Ahmedabad Crime: અમદાવાદમાં અકસ્માતનું તરકટ રચી બે શખ્સો એક્ટીવાની ડેકીમાંથી ત્રણ લાખ રૂપિયા લઇ ફરાર
Ahmedabad Crime: અમદાવાદમાં અકસ્માતનું તરકટ રચી બે શખ્સો એક્ટીવાની ડેકીમાંથી ત્રણ લાખ રૂપિયા લઇ ફરાર
કર્મચારીને રોકી બે શખ્સોએ અકસ્માત કર્યો હોવાનું તરકટ રચીને એક્ટીવાની ડેકીમાંથી ત્રણ લાખ રૂપિયા કાઢીને ફરાર થઇ ગયા હતા.
કઠવાડા રોડ પર આવેલા પ્રાંતિ આવાસમાં રહેતા અને ઇલેકટ્રીકની દુકાનમાં કામ કરતા રાકેશ વણઝારાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. ગઇકાલે તે નોકરી પર હાજર હતો ત્યારે તેના શેઠે તેને જણાવ્યુ હતું કે, બાપુનગર ડાયમંડ માર્કેટમાં બીજા માળે આવેલી પટેલ ઇશ્વરભાઇ સોમાભાઇ આંગડીયા પેઢીમાંથી ત્રણ લાખ રૂપિયાનું પેમેન્ટ લાવવાનું છે.
અમદાવાદ શહેર (Ahmedabad City)માં કારના કાચ તોડીને કે પછી અકસ્માતનું તરકટ રચીને રૂપિયા પડાવતી ગેંગ જાણે કે એક પછી એક બનાવને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઇકાલે બાપુનગર (Bapunagar) આંગડીયા પેઢી (Angadiya Pedhi)માંથી ત્રણ લાખ રૂપિયા લઇને નીકળેલા કર્મચારીને રોકી બે શખ્સોએ અકસ્માત કર્યો હોવાનું તરકટ રચીને એક્ટીવાની ડેકીમાંથી ત્રણ લાખ રૂપિયા કાઢીને ફરાર થઇ ગયા હતા. જે મામલો બાપુનગર પોલીસ (Bapunagar Police) સ્ટેશન સુધી પહોચ્યો છે.
કઠવાડા રોડ પર આવેલા પ્રાંતિ આવાસમાં રહેતા અને ઇલેકટ્રીકની દુકાનમાં કામ કરતા રાકેશ વણઝારાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. ગઇકાલે તે નોકરી પર હાજર હતો ત્યારે તેના શેઠે તેને જણાવ્યુ હતું કે, બાપુનગર ડાયમંડ માર્કેટમાં બીજા માળે આવેલી પટેલ ઇશ્વરભાઇ સોમાભાઇ આંગડીયા પેઢીમાંથી ત્રણ લાખ રૂપિયાનું પેમેન્ટ લાવવાનું છે. રાકેશે આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઇને એક્ટીવાની ડેકીમાં મુકી દીધા હતા અને પરત મેમ્કો ખાતેની દુકાને જવા માટે નીકળી ગયો હતો. ફરિયાદી જ્યારે શરણમ્ રેસીડેન્સીની સામેના રોડ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાઈક પર આવેલા બે શખ્સોએ તેઓનું એકટીવા રોકાવ્યું હતું.
બંન્ને શખ્સોએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. જેમાં એક યુવકે કહ્યુ હતું કે, તારી એક્ટીવાના લીધે મારા પગમાં ઇજા થયેલ છે, તુ મને દવાખાને લઇ જા. એક શખ્સ રાકેશને એક્ટીવાથી થોડેક દુર લઇ ગયો હતો, જ્યારે બીજા શખ્સે એક્ટીવાની ડેકી ખોલીને તેમાથી ત્રણ લાખ રૂપિયા રોકડ લઇને ગાયબ થઇ ગયો હતો. રાકેશ સાથે બબાલ કરતો શખ્સ બાઇક લઇને જતો રહ્યો હતો જ્યારે રાકેશ એક્ટીવા પાસે આવ્યો હતો. એક્ટીવા તુટેલી હાલતમાં હતુ અને ડેકીમાં રહેલા રૂપિયા પણ ગાયબ હતા.
રાકેશે આ મામલે તેના શેઠને જાણ કરતા તે પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા, જ્યારે બાપુનગર પોલીસે ઘટના સ્થળે આવી ગઇ હતી. બાપુનગર પોલીસે આ મામલે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધીને આરોપી ઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર