હાલ આ કેસમાં સુવ્રત સ્વામી તથા ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી અને કોઠારી સંતવલ્લભસ્વામી સામે ફરિયાદ થતાં ત્રણેવ જણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ન્યૂઝ18 ગુજરાતી : વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી-ગુરૂભક્તિ સંભવસ્વામીએ તરુણ પાર્ષદ ઉપર સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય કર્યાની ફરિયાદ ચકસાલી પોલીસ મથકે નોંધાઇ હતી. આ શિષ્યને અલગ અલગ જગ્યાએ લઇ જઇને સુવ્રત સ્વામીએ તેની મરજી વિરુદ્ધ કૃત્ય કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ કિસ્સામાં પોલીસે સંતના નિવાસસ્થાને રૂમની તપાસ કરી હતી. એફએસએલની હાજરીમાં કરાયેલી તપાસમાં કેટલાક શંકાસ્પદ નમૂના પણ લેવામાં આવ્યાં છે. હાલ આ કેસમાં સુવ્રત સ્વામી તથા ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી અને કોઠારી સંતવલ્લભસ્વામી સામે ફરિયાદ થતાં ત્રણેવ જણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સંતોની કોલ ડિટેઇલ્સ કઢાવી
ગઇકાલે એટલે સોમવારે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તરુણ વયના પાર્ષદ સાથે સ્વામીએ કરેલા સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્ય મામલે પોલીસે સંતના રૂમની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી કાંઈ મળ્યું નહોતું પરંતુ કેટલાક શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. ઘટના બાદ ત્રણેય સંતોએ મોબાઇલ સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેમણે છેલ્લે કોની સાથે વાત કરી છે તે જાણવા માટે કોલ ડિટેઇલ્સ કઢાવી છે. આ કેસમાં અન્ય સ્વામીઓનાં નિવેદન પણ લેવામાં આવ્યાં હતાં જેમાં તમામે આરોપોનું ખંડન કર્યું હતું.
આ ઉપરાંત પોલીસ સંતોના પૂર્વાશ્રમના જીવનની પણ તપાસ કરશે. તેમના પરિવાર અને તેઓ જ્યાંના છે ત્યાં પણ તપાસ અને પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે આ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે સુવ્રત સ્વામી સગીર પાસે જુદા જુદા કામો કરાવી પગ દબાવડાવતા હતા. થોડા સમય પહેલા સ્વામી સગીરને રૂષિકેશ ખાતે લઇ ગયા હતા. ત્યાં લઇ જઇ તેની સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું. ઉપરાંત સ્વામીએ સતત ત્રણ માસ સુધી અત્યાચારી કૃત્ય ચાલુ રાખ્યુ હતું. આ અંગે કિશોરે ટેમ્પલ કમિટીનાં ચેરમેન દેવસ્વામી –ગુરુ નિલકંઠ સ્વામી અને કોઠારી સંત વલ્લભસ્વામીને જઇને તેણે સમગ્ર હકીકત જણાવી હતી. પરંતુ બેન્નેમાંથી કોઇએ પણ તેની વાત માની નહીં અને તેને ખખડાવ્યો હતો. બંન્ને જણે સુવ્રતસ્વામીનો પક્ષ લીધો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર