Home /News /madhya-gujarat /

લોકશાહીને મજબૂત કરવાની દિશામાં અમદાવાદના યુવાનો નિષ્ક્રિય, સામે આવ્યા ચોંકાવનારા આંકડા

લોકશાહીને મજબૂત કરવાની દિશામાં અમદાવાદના યુવાનો નિષ્ક્રિય, સામે આવ્યા ચોંકાવનારા આંકડા

અમદાવાદ જિલ્લામાં કુલ 59,07,994 મતદારો છે. વસ્તી ગણતરી પ્રમાણે 18 થી 19 વર્ષના 3.74 ટકા  છે.

Ahmedabad News: કોલેજમાં એમ્બેસેડર રાખવામાં આવ્યા તેમ છતાં પણ અમદાવાદ જિલ્લામાં 18 થી 19 વર્ષના 3,20,939 યુવાનોમાંથી માત્ર 78,748 યુવાનોએ નોંધણી કરાવી છે. તેમજ 20 થી 29 વર્ષની ઉંમરના 15,82,995 માંથી 11,12,024 યુવાનોએ નોંધણી કરાવી છે. યુવા વર્ગમાં મતદાર યાદીમાં નામ સામેલ કરવામાં નિષ્ક્રિય જોવા મળ્યા છે.

વધુ જુઓ ...
દેશના યુવાનોને 18 વર્ષ પૂર્ણ થયા બાદ મતદાન (Voting) કરવાનો અધિકાર છે. અને લોકશાહી (Democracy)ને મજબૂત કરવા મતદાન કરવું જોઈએ. જો કે નવી મતદાર યાદી તૈયાર થઈ તેમાં અકડાં સામે આવ્યા છે તે ચોંકાવનર છે. કારણ કે 18 થી 19 વર્ષના અને 20 થી 29 વર્ષના યુથની સંખ્યા ઓછી છે. જો કે 2022 ચૂંટણી માટે ચૂંટણી પંચ, રાજકીય પક્ષો એ તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા 18 વર્ષ વધુની ઉમરના યુવાનો મતદાર યાદીમાં સામેલ થાય તે માટે ઝુંબેશ (Voting Campaign for Youth) ચલાવી છે.

કોલેજમાં એમ્બેસેડર રાખવામાં આવ્યા તેમ છતાં પણ અમદાવાદ જિલ્લામાં 18 થી 19 વર્ષના 3,20,939 યુવાનોમાંથી માત્ર 78,748 યુવાનોએ નોંધણી કરાવી છે. તેમજ 20 થી 29 વર્ષની ઉંમરના 15,82,995 માંથી 11,12,024 યુવાનોએ નોંધણી કરાવી છે. યુવા વર્ગમાં મતદાર યાદીમાં નામ સામેલ કરવામાં નિષ્ક્રિય જોવા મળ્યા છે.

અમદાવાદ જિલ્લામાં કુલ 59,07,994 મતદારો છે. વસ્તી ગણતરી પ્રમાણે 18 થી 19 વર્ષના 3.74 ટકા  છે. જેમાંથી 0.92 ટકા યુથ પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવ્યું છે. એટલે મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવામાં નિરસ્તા જોવા મળી છે. 2022ની ચૂંટણીમાં મતદાર કરવું હોય તો મતદાર યાદીમાં નામ નોંધણી કરવી જરૂરી છે. મતદાર યાદી તૈયાર થઈ ગઈ છે પરંતુ વોટર હેલ્પલાઇન પર નોંધણી કરાવી શકાય છે.

આ પણ વાંચો- રાજસ્થાનથી મળી આવેલ RDX કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ અમદાવાદની લીધી હતી મુલાકાત

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ જણાવ્યું છે કે, 18 થી 19 વર્ષના લોકો મતદાર યાદીમાં નામ રજિસ્ટ્રેશન કરાવે તે જરૂરી છે. નામ મતદાર યાદીમાં નોંધાવ્યું નથી તો વોટર હેલ્પલાઇન એપ પરથી અનુકૂળ સમયે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ માટે અપડેટ માહિતી એપ પરથી મળતી રહેશે. 18 વર્ષ પૂર્ણ થયા હોય તેને અપીલ કરવામાં આવે છે કે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવે.

આ પણ વાંચો- Gujarat weather forecast: ગુજરાતમાં બે દિવસ કાળઝાળ ગરમી બાદ આવશે વાતાવરણમાં પલટો

આ માટે ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાની 70 કોલેજોમાં 113 કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી છે. જે યુવાનો મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા માટે યોગદાન આપે. જે યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે અન્ય યુવકોને પણ નામ નોંધણી કરાવવા માટે કહે અને મત આપી લોકશાહીને વધુ મજબુત બનાવીએ.
Published by:rakesh parmar
First published:

આગામી સમાચાર