Home /News /madhya-gujarat /ઠાસરાના ઉંબા ગામે પરિણીતાને જેઠાણી અને ભત્રીજા વહુઓએ આપ્યા ડામ, કારણ જાણી ચોંકી જશો
ઠાસરાના ઉંબા ગામે પરિણીતાને જેઠાણી અને ભત્રીજા વહુઓએ આપ્યા ડામ, કારણ જાણી ચોંકી જશો
ગભરાયેલી પરિણીતાએ આ બનાવ બાબતે તે સમયે કોઈને વાત કરી નહોતી.
ઉંબા ગામે પોતાના ઘરે લાવી પરિણીતાને એક રૂમમાં બંધ કરી પોતાની જેઠાણી મોરીબેન વણઝારા અને બે ભત્રીજા વહુ શાંતાબેન અને લક્ષ્મીબેન દ્વારા સૌપ્રથમ તો પરિણીતાના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતા
ઉમંગ પટેલ, ખેડા: ઠાસરા તાલુકાના ઉંબા ગામે પરિણીતાને પોતાની જેઠાણી અને ભત્રીજા વહુઓ દ્વારા શરીર ઉપર ડામ આપવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠાસરા તાલુકાના ઉંબા ગામે પરિણીતા પોતાના પતિ અને સંતાન સાથે રહે છે પોતાના સંતાનના લગ્ન હોવાના કારણે પરિણીતા ખૂબ ટેન્શનમાં આવ્યા હતા અને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરતા ખબર પડી કે પરિણીતા પોતાના કાકાની જોડે પાવાગઢ મુકામે પહોંચી ગયા છે. પરિવારજનો પાવાગઢ પહોંચી પાણીતાને ઊંબા ગામે લાવ્યા હતા.
ઉંબા ગામે પોતાના ઘરે લાવી પરિણીતાને એક રૂમમાં બંધ કરી પોતાની જેઠાણી મોરીબેન વણઝારા અને બે ભત્રીજા વહુ શાંતાબેન અને લક્ષ્મીબેન દ્વારા સૌપ્રથમ તો પરિણીતાના હાથ અને પગ બાંધવામાં આવ્યા હતા ત્યારબાદ પરિણીતાને થાપાના ભાગ ઘરમાં રહેલી સાણસી ગરમ કરી ડામ આપવામાં આવ્યા હતા. સૌપ્રથમ જેઠાણીએ ડામ આપ્યો ત્યારબાદ ભત્રીજા વહુઓએ પણ પરિણીતાને ડામ આપ્યો હતો. સાથેસાથે પરિણીતાને હવે જો ઘર છોડીને જઈશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ પછી ભત્રીજા વહુ, જેઠાણી અને અન્ય મહિલાએ મળીને વારાફતી પરિણીતાને ગરમ સાણસી વડે થાપાના ભાગે ડામ આપ્યા હતાં. અનેકવાર ડામ આપ્યા બાદ આ ત્રણેય મહિલાઓએ પરિણીતાને જણાવ્યું હતું કે, 'તને ઘરેથી ભાગવાનું બહુ ગમે છે તું ઘરેથી ભાગી ગઈ એટલે ગામમાં અમારી ઈજ્જત ગઈ છે અને હવે તને બતાવીશું કે કેમ ભાગી જવાય' તેમ કહી ડામ આપ્યા હતા. ડામ આપ્યા બાદ તેણીને ઘરે રવાના કરી હતી.
ગભરાયેલી પરિણીતાએ આ બનાવ બાબતે તે સમયે કોઈને વાત કરી નહોતી અને સખત દાઝી ગયેલી પરિણીતા સુઈ કે બેસી પણ શકતી નહોતી. ગત 15મીના રોજ બપોર બાદ પરિણીતા બેભાન થઇ હતી. ગતરોજ 19મી સપ્ટેમ્બરના રોજ સંપૂર્ણ ભાનમાં આવતા પોતના પર થયેલી આપવિતી પોતાના પતિ, પોલીસ અને મામલતદાર સમક્ષ કહી હતી. આથી આ સમગ્ર મામલે ડાકોર પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તેની જેઠાણી, ભત્રીજા વહુ અને અન્ય મહિલા સામે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ દીધી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર