Home /News /madhya-gujarat /

ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક યથાવત, ગામડાઓથી લઇ શહેરોમાં લોકોને લીધા હડફેટે, જુઓ વીડિયો

ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક યથાવત, ગામડાઓથી લઇ શહેરોમાં લોકોને લીધા હડફેટે, જુઓ વીડિયો

યાત્રાધામ હોય કે ભરચક બજાર ગુજરાતમાં આખલાઓનો આતંક વધી ગયો છે.

આખલાઓએ તે વૃદ્ધને ફંગોળી ફંગોળીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાંખ્યા હતા. આખલાઓનો ભાવનગરમાં એ હદનો આતંક છે કે, ભાવનગર મહાનગર પાલિકાના વિપક્ષ નેતાના કહેવા પ્રમાણે છેલ્લા થોડા મહિનાઓમાં જ પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

વધુ જુઓ ...
    આખા ગુજરાત (Gujarat) માં રખડતા ઢોરની (cattle) રંજાડનો લાઈવ વીડિયો (Live Video) સામે આવતા રહે છે તાજેતરમાં જ રખડતી રંજાડનો એક વીડિયો વાયરલ થયા બાદ લોકો આ રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઇ લે છે. માટે આખલાઓની આ લડાઇ ગામથી લઇ શહેરો સુધી જોવા મળે છે.

    આખલાઓની લડાઇના અનેક સીસીટીવીમાં (CCTV Video) વીડિયો સામે આવી ચૂક્યા છે ત્યારે આજે પણ વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમા બે આખલા સામસામે લડી રહ્યા છે અને એક વૃદ્ધ તેઓને છૂટા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ દરમિયાન તે વૃદ્ધ લાકડીના સહારે આ રખડતી રંજાડના આતંકને દૂર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ આખલાઓ વૃદ્ધ પર જ હુમલો કરી રહ્યા છે અને તેમને ફંગોળી નાંખે છે.



    આખલાઓએ તે વૃદ્ધને ફંગોળી ફંગોળીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાંખ્યા હતા. આખલાઓનો ભાવનગરમાં એ હદનો આતંક છે કે, ભાવનગર મહાનગર પાલિકાના વિપક્ષ નેતાના કહેવા પ્રમાણે છેલ્લા થોડા મહિનાઓમાં જ પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

    આ પણ વાંચો- જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, વિપક્ષે કહ્યું કે, સોપારી લીધી કે શું?

    આ મામલે ભાવનગર મહાનગર પાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલનું કહેવું છે કે, હાલમાં ભાવનગરમાં ઢોર પકડવાની કામગીરી સંપૂર્ણ રીતે બંધ છે. અને થોડા સમયમાં જ રખડતા ઢોરના કારણે પાંચ લોકોના મોત થયા છે. જેમાંથી એક સિંહોરમાં થયું છે. ત્યાં જ રખડતા ઢોર મામલે ભાવનગર મનપાનું કહેવું છે કે, તેઓ રખડતા ઢોરે પકડવા માટે સતત કામ કરી રહી છે.

    આ પણ વાંચો- વડોદરામાં રખડતા ઢોરનો 'આતંક': ગાયે શીંગડું મારતા 18 વર્ષના વિદ્યાર્થીએ આંખ ગુમાવી

    અવાર-નવાર જામનગર અને આસપાસના વિસ્તારના ગ્રામ્ય પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ અવિરત છે ત્યારે આવા બનાવો છાશવારે બનતા રહે છે પરંતુ તેનો કોઈ નિવેડો આવતો નથી અને રખડતા ઢોરો અનેક લોકોને અડફેટે લેતા હોય છે. જામનગરના હાપા વિસ્તારની સોસાયટીમાં રખડતાં ઢોરની ઢીકે અડફેટે ચડેલા કરણ સુખલાલભાઈ પરમાર નામના યુવાનને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને તેને સારવાર માટે ખસેડ્યો પડ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Bhavnagar news, Cattle Breeders, Cattle seized, Jamnagar News, Stray Cattle

    આગામી સમાચાર