મધર્સ ડે: 70 હજારની નોકરી છોડી માતાનું સપનું પુરૂ કરવા આ યુવાને દોટ મુકી માદરે વતનની

News18 Gujarati
Updated: May 13, 2018, 5:09 PM IST
મધર્સ ડે: 70 હજારની નોકરી છોડી માતાનું સપનું પુરૂ કરવા આ યુવાને દોટ મુકી માદરે વતનની
News18 Gujarati
Updated: May 13, 2018, 5:09 PM IST
સારી નોકરી પોતાના કરિયર માટે આજે દીકરા અને દીકરીઓ માતા-પિતાને છોડીને વિદેશ જતા હોય છે, પરંતુ ખેડાના લવાલ ગામના એક યુવાને પોતાની માતાનું સપનું કર્યું છે પૂરૂ.

આ છે ખેડાના જિલ્લાના લવાલ ગામના પૂર્વ સરપંચ લીલાબેન અને તેમના પુત્ર મહિપતસિંહ ચૌહાણ. જેઓ ભણીને નોકરી કમાવવા કોલકત્તા તો ગયા, પણ માતાનું સપનું સાકાર કરવા દોટ મુકી માદરે વતનની.

મહીપતસિંહ ચૌહાણે સરપંચ બન્યા બાદ ગામનો વિકાસ કર્યો, લાવલ ગામ હાલ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, રોડ રસ્તા એકદમ ટીપટોપ છે.

હાલના યુગમાં જ્યાં એક દીકરો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમ ભેગા કરી દે છે, ત્યાં લવાલના સરપંચનો આ કિસ્સો સૌની આંખ ઉઘાડનારો છે.

આજે મધર્સ ડે પોતાની માતાની ઈચ્છા અનુસાર માસિક 70 હજાર રૂપિયાના પગારની નોકરી છોડી અને ખેડાજિલ્લાના વસો તાલુકાના લવાલ ગામના સરપંચે વિકાસનો કર્યો સંકલ્પ, લવાલ ગામમાં લીલાબેન ચૌહાણ અગાઉ 5 વર્ષ સમરસ ગ્રામ્ય પંચાયતમાં સરપંચ રહી ચુક્યા છે, પરંતુ તેમના અધૂરા રહેલા કાર્ય પુરા કરવાનું બીડું હાલ લવાલ ગામના યુવા સરપંચ અને લીલાબેનના પુત્ર મહિપતસિંહ ચૌહાણે ઝડપ્યું છે માતાની લવાલ ગામના વિકાસની ભાવનાને આગળ કરી મહિપતસિંહ સારા પગારની નોકરી છોડી લવાલ ગામના વિકાસના પ્રયાસ હાથ ધર્યા છે.

વસો તાલુકાના લવાલ ગામના યુવા સરપંચ મહિપતસિંહ કલકતામાં એક ખાનગી કંપનીમાં આકર્ષક પગાર સાથે નોકરી કરતા હતા, પરંતુ લવાલ ગામના પૂર્વ સરપંચ રહી ચૂકેલા તેમની માતાની ઈચ્છા કે લવાલ ગામનો સારો વિકાસ થાય તે માટે મહિપતસિંહ એ નોકરી છોડી સ્થાનિક ગ્રામ્ય રાજકારણ માં ઝંપલાવી અને સરપંચ બન્યા અને ત્યારબાદ લવાલ ગામની રોનક બદલવાની શરૂઆત થઇ આજે લવાલ ગામ સ્વચ્છતા ભૂગર્ભ ગટર યોજના સીસી ટીવી અને ફ્લડ સ્ટ્રીટ લાઈટ થી સજ્જ છે.

અમારા ગામના યુવા સરપંચ મહિપતસિંહ ચૌહાણ કલકતા માં સારા પગારની નોકરી કરતા હતા ગામના વિકાસ માટે નોકરી છોડી ગામમાં આવ્યા સરપંચ બન્યા સૌ પ્રથમ ગંદકી દૂર કરી ભૂગર્ભ ગટર યોજના કરી દબાણો દૂર કર્યા ગામ માં સીસી ટીવી પોતાના ખર્ચે તેમજ ફ્લડ સ્ટ્રીટ લાઈટ પોતાના ખર્ચે ગોઠવ્યા લવાલ ગામે દીકરી જન્મ ને પ્રોત્સાહિત કરવા લવાલ કી લક્ષ્મી યોજના શરુ કરી જેમાં લવાલ ગામ માં જેને ઘેર દીકરી જન્મ થાય તેને સરપંચ મહિપતસિંહ એક હજાર રૂપિયા રોકડ ઇનામ દીકરીને વધાવવા આપે છે.
Loading...

મહિપતસિંહ ચૌહાણે જયારે સરપંચ બન્યા ગામ લોકોની શુભ શરૂઆત સારી થાય તે માટે મંદિરો પર સ્પીકર ગોઠવી માં પ્રભાતિયાંની શરૂઆત કરી છે બાદ સૌ પ્રથમ ગામની ગંદકી દબાણો દૂર કર્યા ગામ નો નવો પ્રવેશદ્વાર બનાવ્યો જેમાં અડધો ખર્ચ પોતાનો છે ગ્રામ્ય પંચાયતનું નવું અધતન મકાન માટે પ્રયાસ કર્યા અને તેમાં પણ સફળતા મળી ગામના પ્રવેશ રસ્તે આકર્ષક કંપાઉન્ડ વોલ ઉભી કરી ગામનો એક સામુહિક કોમ્યુનિટી હોલ વૃક્ષારોપણ તેમજ બગીચાનું કાર્ય હાથ ધરેલ છે

લીલાબેન કહે છે કે, હું સમરસ ગ્રામ્ય પંચાયત હેઠળ લવાલ ગામ માં સરપંચ તરીકે રહી ચુકી છું મારા જે કામો બાકી રહી ગયા હતા તે અધૂરા કામો મારા દીકરા એ પુરા કરે તેવી ઈચ્છા છે મારા દીકરા એ અમારા ગામ માં ભૂગર્ભ ગટર યોજના તેમજ રસ્તા અને ગંદકી દૂર કર્વના કાર્ય કર્યા છે.

લવાલ ગામના વિકાસ માટે માતા લીલાબેન એ આપેલ પ્રેરણા બાદ મહપતસિંહને ગ્રામ્યજનો નો પણ સારો સહકાર છે ગ્રામ્યજનો તેમને સરપંચ તરીકે ચુંટી અને સરપંચ તરીકેનો કાર્યભાર સોંપ્યો છો તો મહિપતસિંહ પણ આવનારા વર્ષો માં લવાલ ગામ ને વાઈફાઈ વિલેજ અને સંપૂર્ણ વિકસિત અને આદર્શ ગામ તરીકે લવાલ ગામને સમાજ માં મોડેલ તરીકે રજુ કરવા માંગે છે.

મહિપતસિંહ ચૌહાણ કહે છે કે, હું કલકતામાં એક ખાનગી કંપની માં માસિક 70 હજાર રૂપિયાના પગારની નોકરી કરતો હતો મારી માતા અગાઉ અમારા લવાલ ગામના સરપંચ રહી ચુક્યા છે તેમની ઈચ્છા હતી કે હું સરપંચ બનું અને લવાલ ગામ નો વિકાસ કરું મેં નોકરી છોડી અને અહીં આવી સરપંચ બન્યો સૌ પ્રથમ ગામ માં દબાણો ગંદકી દૂર કર્યા ભૂગર્ભ ગટર યોજના કરી ગામ સીસી ટીવી કેમેરા ગોઠવ્યા સ્ટ્રીટ લાઈટો માટે ફ્લડ ગોઠવ્યા ગાર્ડન માટેનું કામ હાથ ધર્યું વૃક્ષારોપણ કરાવ્યું આવનારા સમય માં મારા લવાલ ગામને વાઈફાઈ વિલેજ બનાવવાનું સ્વપ્ન છે.

લવાલ ગામના સરપંચે પોતાની સફળ કારકિર્દી ને માતાની ઈચ્છા માટે બાજુ એ મૂકી અને લવાલ ગામના વિકાસ માં ઝંપલાવ્યું છે તેમનો ઉત્સાહ લવાલ ગામ ને આધુનિક અને પાયાની સુવિધા થી સજ્જ બનાવવાનો છે તેમના આ પ્રયાસો લવાલ ગામના ગ્રામ્યજનો માં હીત માં વધુ અસરકારક બને તે અતિ આવશ્યક છે.

સ્ટોરી - જનક જાગીરદાર
First published: May 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर