બેન્કિંગ ઉદ્યોગમાં સાયબર નાણાકીય છેતરપિંડી મુખ્યત્વે ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ દ્વારા એટીએમમાં (ATM) થયેલી છેતરપિંડી સાથે સંબંધિત.
અમદાવાદ: કોવિડ (Covid) રોગચાળાની વચ્ચે વધુ લોકો ડિજિટલ (Digital) વ્યવહારો કરતા થયા હોવાથી સેંકડો લોકો નાણાકીય સાયબર (Cyber) છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. કારણ કે છેતરપિંડી (Fraud) કરનારાઓએ કોવિડ-19 દ્વારા પ્રેરિત પ્રતિબંધમાં મોટાભાગે ઘરે રહેલા લોકોને છેતરવા માટે તેમની જાળ વધુ પહોળી કરી છે.
ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ દ્વારા થતી છેતરપિંડી
બેન્કિંગ (Banking) ઉદ્યોગમાં સાયબર નાણાકીય છેતરપિંડી મુખ્યત્વે ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ અને ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ દ્વારા એટીએમમાં (ATM) થયેલી છેતરપિંડી સાથે સંબંધિત છે. SCBs ઘટનાની તારીખના આધારે કાર્ડ, ઇન્ટરનેટ, એટીએમ, ડેબિટ કાર્ડ્સ અને ઇન્ટરનેટ બેંકિંગ શ્રેણી હેઠળ આ છેતરપિંડીઓની જાણ કરે છે.
છેતરપિંડીઓની રકમ પાછલા વર્ષ કરતા વધીને બમણી થઈ ગઈ
ગુજરાતમાં (Gujarat) છેતરપિંડીની રકમ પાછલા વર્ષના રૂ. 6.69 કરોડથી વધીને ચાલુ નાણાકીય વર્ષમાં બમણી થઈને રૂ. 13.36 કરોડની થઈ ગઈ છે. ત્યારે આ બેન્કિંગ ફ્રોડને (Fraud) ઘટાડવા માટે લોકોએ સતર્ક રહેવું ખૂબ જરૂરી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર