Home /News /madhya-gujarat /

Ahmedabad Crime: જેને રક્ષા માટે રાખડી બાંધી, એ જ ભાઈએ લાજ આવે એવું કામ કર્યું....

Ahmedabad Crime: જેને રક્ષા માટે રાખડી બાંધી, એ જ ભાઈએ લાજ આવે એવું કામ કર્યું....

મહિલાએ આ બાબતની હકીકતની ખરાઈ કરવા માટે આરોપીને તેના ઘરે બોલાવ્યો હતો.

Ahmedabad news: મહિલાએ આ બાબતની હકીકતની ખરાઈ કરવા માટે આરોપીને તેના ઘરે બોલાવ્યો હતો. જ્યાં કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ સમગ્ર બાબતની કબૂલાત કરી હતી. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. 

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedabad City)ના અમરાઈવાડી વિસ્તાર (Amraiwadi Area)માં હવસની ભૂખ સંતોષવા માટે નરાધમે આંઠ વર્ષની બાળકીને ભોગ બનાવી છે. અને બાળકી તેની કરતૂતોનો પર્દાફાશ ના કરે તે માટે આરોપી તેના નાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જો કે બાળકીની હિંમતે તેની સાથે ગંભીર બનાવ બનતા અટક્યો છે અને આરોપી પોલીસ સકાંજામાં આવી ગયો છે.

અમરાઈવાડી વિસ્તારમાં એક મહિલા તેના પતિ અને બાળકો સાથે રહે છે. તેની નજીકમાં રહેતા એક યુવકને સગી બહેન ના હોવાથી મહિલાએ તેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને તેને રાખડી બાંધતી હતી. જો કે મહિલા 7 મે નારોજ બપોરે નોકરીથી પરત આવી ત્યારે તેની આઠ વર્ષની બાળકીએ કહ્યું હતું કે, મામાને ઘરે આવવા ના દેતા. તે મને મોબાઈલમાં પિકચર બતાવે છે. જે મને ગમતું નથી.

આ પણ વાંચો- ભારતી આશ્રમ વિવાદ વકર્યો : 1500 કરોડની આશ્રમની પ્રોપર્ટી માટે ખોટું વીલ બનાવ્યાનો ૠષિભારતી બાપુ સામે આક્ષેપ

જો કે આરોપી બાળકોને મોબાઈલમાં કાર્ટૂન બતાવતો હશે તેમ માની મહિલા પરત નોકરીએ જતી રહી હતી. સાંજે સાતેક વાગે જ્યારે મહિલા પરત ફરી હતી ત્યારે તેની દીકરી ગભરાયેલી હાલતમાં જોવા મળી હતી. મહિલાએ તેને ફોસલાવી પૂછતા ત્યાં કહ્યું હતું કે તેઓ જ્યારે ઘરે ન હોય ત્યારે આરોપી તેમના ઘરે આવે છે અને મોબાઇલમાં ગંદા પિક્ચર બતાવે છે. અને છેલ્લા બે ત્રણ મહિનાથી તે આવું કરે છે. એટલું જ નહીં ક્યારેક કપડાં ઉતારીને શારીરિક અડપલાં પણ કરે છે. અને જો બાળકી બૂમ પાડવા જાય તો તેનું મોઢું દબાવીને જો આ બાબતની જાણ કોઈને કરશે તો તેના નાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. જેથી બાળકીએ આ બાબતની જાણ કોઈને કરી ના હતી.

આ પણ વાંચો- IPL 2022: અજિંક્ય રહાણેએ બીજા બોલ પર કરી ભૂલ, રિવર્સ સ્વીપના ચક્કરમાં થયો બોલ્ડ - વીડિયો

જો કે મહિલાએ આ બાબતની હકીકતની ખરાઈ કરવા માટે આરોપીને તેના ઘરે બોલાવ્યો હતો. જ્યાં કડકાઈથી પૂછપરછ કરતા આરોપીએ સમગ્ર બાબતની કબૂલાત કરી હતી. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarati news, અમદાવાદ ક્રાઇમ

આગામી સમાચાર