વડતાલ સ્વામીનારાયણના વધુ એક સ્વામી અને શિષ્યની કામલીલા અંગેની ઓડિયો ક્લિપ થઇ વહેતી

વડતાલ સ્વામીનારાયણના વધુ એક સ્વામી અને શિષ્યની કામલીલા અંગેની ઓડિયો ક્લિપ થઇ વહેતી
મંદિરની ફાઇલ તસવીર

સ્વામિએ તેમના જ એક સાધુ શિષ્ય સાથે દુષ્કૃત્ય કરી રહ્યા હોવાની નજરે દેખ્યા હોવાની બે અન્ય સ્વામીઓ વાતો કરતા હોવાનું સંભળાય છે.

 • Share this:
  વડતાલ : વડતાલનાં સ્વામીનારાયણનાં ઘનશ્યામશાસ્ત્રીનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં સંપ્રદાયનાં વધુ એક સ્વામીની કામલીલાની ચર્ચાએ જોર પકડ્યું છે. વડતાલ સંપ્રદાયના હજારો હરિભક્તોના વોટ્સઅપ ગૃપમાં એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેના કારણે આખા સંપ્રદાયમાં ચકચાર મચી ગઇ છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં રાજકોટ પાસેના સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામિએ તેમના જ એક સાધુ શિષ્ય સાથે દુષ્કૃત્ય કરી રહ્યા હોવાની નજરે દેખ્યા હોવાની બે અન્ય સ્વામીઓ વાતો કરતા હોવાનું સંભળાય છે.

  સરધાર સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીએ તેમના જ શિષ્ય સાથે તેમના રૂમના બાથરૂમમાં કામલીલા કરવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. આ ઓડિયો ક્લીપમાં સરધારના તત્કાલીન બે પાર્ષદ વચ્ચે ટેલિફોનીક વાતચીત ચાલે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોટા સ્વામી બાથરૂમમાં શિષ્ય સાથે નિવસ્ત્ર થઇને કામલીલા કરી રહ્યા હોવાનું એક પાર્શદે જાતે જોયુ છે. જેથી આ વાત છૂપાવવા તેમના ઉપર ઘણાં દબાણો થયા છે. આ ટેલિફોનીક વાતચીતમાં સંભળાય છે કે, ગમે તેમ પણ સ્વામી આપણા ગુરૂ છે. માટે એમની વાતો ઉઘાડી પાડવી જોઇએ નહીં. પરંતુ તમે ગુરૂને આ વાતો જાણો છો એમ કહીને જેટલો લાભ લેવો હોય તેટલો લઇ શકો છો.  વહેતો થયેલો આ ઓડીયો 26 મિનિટનો છે. આ ઓડીયો હાલ વડતાલનાં વૉટ્સએપ ગ્રુપમાં ફરી રહ્યો છે. જેમાં હરિભક્તો જાગો ભક્તો જાગો આવા હેડિંગ સાથે એક મેસેજ વાયરલ કર્યો છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થતા હજારો હરિભક્તોમાં રોષ વ્યાપ્યો છે. આ સાથે હરિભક્તો આવા લંપટ સાધુઓને તાત્કાલિક સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની ચળવળ ઉભી કરી છે.

  આ પણ વાંચો- અમદાવાદ : ચીરીપાલ ગ્રુપની નંદન એક્ઝિમમાં લાગી આગ, 7 મહિના પહેલા અહીં લાગેલી આગે સાતનો ભોગ લીધો હતો

  ઓડિયો ક્લીપમાં જે બે વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા છે તે સરધાર મંદિરના બે તત્કાલિન પાર્ષદો હોવાનું હરિભક્તોની વાયરલ ઓડિયો ક્લીપ સાથેના મેસેજમાં જણાવાયું છે. પરંતુ આ બંને ભગતો આજે તો દીક્ષા લઇને સાધુ બની ચૂક્યા છે. તેમણે સરધાર સ્વામીનારાયણ મંદિર પણ છોડી દીધું છે. તથા વડતાલ સંપ્રદાય પણ ત્યજી દીધો છે.

  આ પણ જુઓ- 

  આજે આ બંને અમદાવાદના એક સ્વામીનારાયણ મંદિરના તાબા હેઠળ દીક્ષા લઇને ભગતમાંથી સ્વામી બની ચૂક્યા છે. આ ઓડિયો ક્લીપ વાયરલ થયા પછી તેમના ફોન નંબરો બંધ આવે છે અને બંને ભુગર્ભમાં સરકી ગયા છે.

  આ પણ વાંચો- શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો : પીપીઈ કીટ વગર કોરોનાના દર્દીઓનો જીવ બચાવનાર 8 પોલીસ કર્મી ક્વૉરન્ટીન
  Published by:Kaushal Pancholi
  First published:August 08, 2020, 09:41 am

  ટૉપ ન્યૂઝ