નકલી ચલણી નોટ કૌભાંડ : સ્વામિનારાયણનાં સાધુ અને અન્ય માસ્ટર માઇન્ડનું પ્લાનીંગ આવું હતું

News18 Gujarati
Updated: November 25, 2019, 8:41 AM IST
નકલી ચલણી નોટ કૌભાંડ : સ્વામિનારાયણનાં સાધુ અને અન્ય માસ્ટર માઇન્ડનું પ્લાનીંગ આવું હતું
સ્વામી ઉપરાંત ચલણી નોટ છાપવાનાં માસ્ટર માઇન્ડ સહિત પાંચ જણા ઝડપાયા છે

આકરી પૂછપરછ કરવામાં આવતા આ આખો ભોંડો ફૂટ્યો હતો. જેથી ખેડા જિલ્લાનાં અંબાવ ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં રહેતા સ્વામી રાધારમણ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

  • Share this:
સુરત : ખેડા (Kheda) જિલ્લાનાં અંબાવ ગામનાં સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) પરિસરમાં સ્વામી રાધારમણની (RadhaRanman Swami) રૂમમાંથી રૂ. 2000નાં દરની ડુપ્લીકેટ ચલણી  (Duplicate currency) નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સ્વામી ઉપરાંત ચલણી નોટ છાપવાનાં માસ્ટર માઇન્ડ સહિત પાંચ જણાને રૂ. .2000નાં દરની 5013 નોટ એટલે કે 1 કરોડ રુપિયા કરતા વધુ સાથે ધરપકડ કરતા ચકચાર મચી ગઇ છે. આ કેસમાં ઝડપાયેલો પ્રવીણ ચોપડાનાં નામે ડુપ્લીકેટ નોટ મામલે આ પહેલા 10 ગુનાઓ પોલીસમાં નોંધાયેલા હતાં.

સુરત ક્રાઇમ બ્રાંચે બાતમીનાં આધારે કામરેજ મેઇન રોડની ગઢપુર ટાઉનશીપથી લેક વિલેજ ફાર્મ તરફ જવાના રોડ પરથી 19 વર્ષનાં પ્રતિક દિલીપ ચોડવડીયા ને 2000નાં દરની 203 નંગ નોટ કિંમત .4.06 લાખ, મોબાઇલ ફોન અને સ્કોડા કાર સાથે ઝડપી પાડયો હતો. જે બાદ તેની આકરી પૂછપરછ કરવામાં આવતા આ આખો ભોંડો ફૂટ્યો હતો. જેથી ખેડા જિલ્લાનાં અંબાવ ગામના સ્વામીનારાયણ મંદિર પરિસરમાં રહેતા સ્વામી રાધારમણની રૂમમાં પ્રવિણ જેરામ ચોપડા અને તેના પુત્ર કાળુ પ્રવિણ ચોપડા, મોહન માધવ વાઘુરડે સાથે મળીને છાપી હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સ્વામી રાધારમણની ફાઇલ તસવીર


આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમમાંથી મળેલા લોકરને ગેસ કટરથી તોડ્યું, જાણો - શું મળ્યું લોકરમાંથી?

નકલી નોટો કઇ રીતે છાપતા?

ક્રાઇમ બ્રાંચે સ્વામી રાધારમણની રૂમમાંથી ડુપ્લીકેટ ચલણી નોટ છાપવા માટેની સામગ્રી કબજે લીધી હતી. જેમાં કલર પ્રિન્ટર અને સ્કેનર ઉપરાંત કાગળો કબજે લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં ચલણી નોટને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કરતા હતા અને ત્યાર બાદ બજારમાં નોટ ઘુસાડવા માટે તમામ એકબીજા વચ્ચે વહેંચણી કરી લેતા હતા.આ પણ વાંચો : સ્વામિનારાયણ સાધુ નકલી નોટો કેસ, પ્રસાદના બોક્સમાં નકલી નોટો મોકલાતી

બે મહિનામાં માત્ર પાંચ નોટો જ બજારમાં ફરતી કરી

બોગસ ચલણી નોટ સાથે ઝડપાયેલા માસ્ટર માઇન્ડ અને રાધારમણ સ્વામી સહિતનાની હાથ ધરવામાં આવેલી પૂછપરછમાં તેમણે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન ડુપ્લીકેટ નોટ છાપવાનું શરુ કર્યું હતું. તેઓનો અંદાજ એવો હતો કે, 1 કરોડની નોટ બજારમાં ફરતી થઇ જશે તો તેઓને 50 લાખનો નફો થશે અને તે સરખે હિસ્સે વહેંચવાના હતા. પરંતુ તેઓ આજ દિન સુધીમાં માંડ 5 નોટ જ બજારમાં ફરતી કરી શકયા હતા.

આ વીડિયો પણ જુઓ : 
First published: November 25, 2019, 8:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading