Home /News /madhya-gujarat /Stray Cattle: નડિયાદમાં રખડતી રંજાડનો આતંક, પાંચ લોકોને ગોથે ચઢાવી લોહીલુહાણ કર્યા
Stray Cattle: નડિયાદમાં રખડતી રંજાડનો આતંક, પાંચ લોકોને ગોથે ચઢાવી લોહીલુહાણ કર્યા
ગાયે શારદા મંદિર રોડ વિસ્તારમાં ચારથી પાંચ વ્યક્તિઓને ગોથે ચડાવી લોહી લુહાણ કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
Stray Cattle Video: નડિયાદ શારદા મંદિર રોડ સાંઈબાબા મંદિર વિસ્તાર અને ઝલક હોટલ રીંગ રોડ વિસ્તારમા આ ગાયે આતંક મચાવતાં અહીયા ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
ઉમંગ પટેલ, ખેડા: નડિયાદ શહેરમાં દિવસે ને દિવસે રસ્તે રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે. શુક્રવારે શહેરના શારદા મંદિર વિસ્તારમાં રખડતી એક ગાય મારકણી બની તોફાન મચાવ્યુ હતું. આ ગાય રોડ પર આવતા જતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને પોતાના નિશાન બનાવ્યા હતા. રસ્તે જતા એક વ્યક્તિને તો ગાયે દોડાવી- દોડાવીને શીંગડે ચઢાવ્યો હતો. જીવ બચાવવા માટે તે વ્યક્તિ દોડીને બાજુમાં આવેલ મેદાનમાં દોડી ગયો હતો. છતાં પણ ગાય તેની પાછળ દોડી પગ વડે ચગદી નાંખ્યો હતો.
ખેડાના નડિયાદથી રખડતા ઢોરના ડરામણા દ્રશ્યો સામે આવ્યા
મહત્વનું છે કે આ વ્યક્તિને કોઈ ગંભીર ઈજાઓ થઇ ન હતી. પરંતુ તેના પહેરેલ કપડા ફાટી ગયા હતા. તુરંત પાલિકાના ઢોર વિભાગના માણસો આવતા વ્યક્તિને બચાવી લેવાયો હતો. નડિયાદ શારદા મંદિર રોડ સાંઈબાબા મંદિર વિસ્તાર અને ઝલક હોટલ રીંગ રોડ વિસ્તારમા આ ગાયે આતંક મચાવતાં અહીયા ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
આ ગાયે શારદા મંદિર રોડ વિસ્તારમાં ચારથી પાંચ વ્યક્તિઓને ગોથે ચડાવી લોહી લુહાણ કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે પાલિકા તંત્રના ઢોર વિભાગના માણસો દ્વારા બે કલાકની ભારે જહમત બાદ આ મારકણી ગાયને પાંજરે પુરી દેવામા આવતા સ્થાનિકોએ હાશકારો લીધો છે.
મહત્ત્વનું છે કે બે દિવસ પેહલા નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા પંચાયતના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમ અવાબા હતા ત્યારે શહેરમાં અચાનક ગયો ગાયબ થઈ ગઈ હતી. જોકે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયાના મિનિટો માંજ શહેરમાં રખડતી ગાય ઓએ અડિંગો જમાવી દીધો હતી. હાલમાં જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે ત્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. નગરપાલિકા અને પાલિકાની ઢોર વિભાગની ટીમની નિષ્ક્રિયતાને કારણે નગરમા ગાયોના અડીંગાઓ જોવા મળતા નડિયાદ શહેરના નગરજનો પાલિકાતંત્ર સામે નારાજગી દર્શાવી છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર