ડિજીટલ ઇન્ડિયાઃ સોલા સિવિલમાં હવે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 4, 2017, 9:52 AM IST
ડિજીટલ ઇન્ડિયાઃ સોલા સિવિલમાં હવે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ
ડીજીટલ ઇન્ડિયાની મુહિમમાં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક સાહસી કદમ ઉઠાવવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પીટલમાં હવે દર્દીઓએ સારવાર માટે લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભું નહિ રહેવું પડે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા હવે દર્દી પોતના ઘરે બેઠા બેઠા સારવાર માટે પસંદગીના સમય પર પસંદગીના ડોક્ટર પાસે સારવાર કરાવી શકશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 4, 2017, 9:52 AM IST
ડીજીટલ ઇન્ડિયાની મુહિમમાં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક સાહસી કદમ ઉઠાવવામાં આવ્યો છે. સોલા સિવિલ હોસ્પીટલમાં હવે દર્દીઓએ સારવાર માટે લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભું નહિ રહેવું પડે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા હવે દર્દી પોતના ઘરે બેઠા બેઠા સારવાર માટે પસંદગીના સમય પર પસંદગીના ડોક્ટર પાસે સારવાર કરાવી શકશે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા એક અનોખું પગલું લેવામાં આવ્યું છે. જ્યાં હવે દર્દી પોતાના ઘરે બેઠા બેઠા સીધું માત્ર મોબાઈલ કે કોમ્પ્યુટર ની મદદ થી હોસ્પિટલની વેબ સાઈટ ખોલી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઇ શકશે. જેના માટે દર્દીએ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ પોર્ટલ પર જઈને એક એકાઉન્ટ બનાવવાનું રહેશે જેના દ્વારા દર્દી પોતાની એપોઈન્ટમેન્ટ નોંધાવી શકશે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નોંધાવેલ દર્દીને વિના કોઈ લાઈનમાં બેઠા વગર અને કોઈ પણ જાતનો સમય વેડફ્યા વગર સમયાનુસાર સારવાર મળી રહે તે હેતુ થી એક ખાસ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વિન્ડો શરુ કરવામાં આવી છે.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં રોજીંદા ૧૨૦૦ થી ૧૫૦૦ દર્દીઓ રોજ સારવાર માટે આવતા હોય છે. ત્યારે દર્દી ને સારવાર માટે ઓછામાં ઓછુ એક કલાક સુધી તો લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સીસ્ટમ થી હવે દર્દીએ એક એકાઉન્ટ બનાવી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઇ જે આઈડી નો મેસેજ મોબાઈલમાં આવે તે નંબર લઈને સીધું ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વિન્ડો પર આવી ને રજુ કરવાનું રહેશે. સાથે સાથે પોતાની ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. એટલે તાત્કાલિક અસર થી દર્દીને એક પીળા કલર નો કેસ કાઢવામાં આવશે જેના આધારે દર્દીની અલગ ઓળખ ઉભી થાય અને તેને સારવાર મળે.

સિવિલ હોસ્પીટલમાં શરુ કરવામાં આવેલ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ વિન્ડો નો સીધો ઉપયોગ હવે શિક્ષિત વર્ગ કરતો થયો છે. ત્યારે હવે નોકરીના કામકાજ માં નોકરિયાત હવે અનુકુળતા પ્રમાણે એપોઇન્ટમેન્ટ લઇ શકે છે અને પોતાની કે સગા ની સારવાર માટે હવે નોકરી નો દિવસ પાડવો નથી પડતો. જ્યારે ખાસ કરીને મહિલાઓ પણ સિવિલ હોસ્પિટલ ની આ પહેલ ને આવકારી રહી છે અને કહી રહી છે કે ઘરના કામકાજ માં જો કોઈ સગું બીમાર પડે તો તેની સીધી અસર ઘરના કામકાજ પર પડતી હતી પરંતુ હવે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સીસ્ટમ ના કારણે સમય નો બચાવ થશે અને દર્દીને યોગ્ય સમયસર સારવાર મળશે.

ખાસ કરીને દિવસે ને દિવસે ઈન્ટરનેટ નો વપરાશ વધી રહ્યો છે લોકોમાં ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે. ત્યારે આજનો યુવા રોજબરોજ ઈન્ટરનેટ થી અપડેટ થઇ રહ્યો છે ત્યારે સરકારી તંત્ર દ્વારા પણ ડીજીટલ ઇન્ડિયા ની મુહિમ આગળ વધી રહી છે અત્યારે હાલ અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટ સીસ્ટમ શરુ કરવામાં આવી છે.
First published: May 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर