છેલ્લા 20 વર્ષથી પ્રજાની વેદના સરકાર સાંભળતી નથીઃ શંકરસિંહ વાઘેલા

ખેડાની જાહેરસભાને સંબોધતા શંકરસિંહ વાઘેલા

ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે શંકરસિંહ વાઘેલાનું સંમેલન યોજાયું હતું. ભાથીગળ પાઘડી અને પૂલહાર પહેરાવીને શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 • Share this:
  ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે શંકરસિંહ વાઘેલાનું સંમેલન યોજાયું હતું. ભાથીગળ પાઘડી અને પૂલહાર પહેરાવીને શંકરસિંહ વાઘેલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાપુએ જાહેરસભાને સંબોધતા સરકાર ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. અનામત મુદ્દે થયેલા નિતિ ઉપર બાપુએ સરકાર ઉપર આકરાં પ્રહારો કર્યા હતા.

  બાપુએ સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું હતું. છેલ્લા 20 વર્ષથી પ્રજાની વેદના સરકાર સાંભળતી નથી. ગાંધીનગર દરવાજા તમારા માટે ક્યારે ખુલ્યા? આ ઉપરાંત અનામત મુદ્દે અનેક વાર બાપુએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ તમે દાહોદની પેલી બાજુમાં જાઓ તો આજે પણ લોકો લંગોટી પહેર છે. આ પણ માણસો છે. એમને પણ અરમાનો હોય કે તેમના બાળકો સારુ ભણે આગળ વધે. લોકસભા વિધાનસભામાં પણ લગલભગ 15 ટકા અનામત હોય છે.

  પરંતુ આ બધામાં અનામત આવે એટલે ઘણા લોકોને ગમતું નથી. પણ ભાગમાં તો કોઇ અડે તો અભડાઇ જવાય તો એવા લોકોનું શું થતું હશે. છેવાડે રહેતા લોકોને માનવતાના આધારે પણ તેમનો વિચાર કરવો જોઇએ. 5000 વર્ષ નહીં પણ 100-200 વર્ષતો અનાતનો સ્વાદ ચાખવા દો. એના પછી એક મંડલ કમીશન બન્યું.

  આ ઉપરાંત બાપુએ જાહેરાત કરી હતી. જો આપણી સરકાર આવશે તો 10 લાખ યુવાનોને રોજગારી આપશે. વિધવા મહિલાઓને પેન્શન આપશે. બાપુએ ખેડૂતોને ન્યાલ કર્યા હતા. જ્યારે હું સરકારમાં હતો ત્યારે માંગ્યા વગર પણ ખેડૂતના ટેકાના ભાવ આપ્યા છે.

  જોકે અત્યારે વર્તમાન સરકાર માત્ર જાહેરાત જ કરે છે. આમ બાપુએ વર્તમાન ભાજપ સરકાર ઉપર ચાબખા માર્યા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ નથી.
  Published by:ankit patel
  First published: