Home /News /madhya-gujarat /

Save Soil: સદગુરુ જગ્ગી વાસુદેવ આજે ગુજરાત સરકાર સાથે ખાસ MOU કરે તેવી શક્યતા

Save Soil: સદગુરુ જગ્ગી વાસુદેવ આજે ગુજરાત સરકાર સાથે ખાસ MOU કરે તેવી શક્યતા

આજે સદગુરુ જગ્ગી વાસુદેવ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓની ખાસ બેઠક પણ મળવા જઇ રહી છે.

27 દેશોના પ્રવાસ કરી ભારતમાં આવેલા સદગુરુ જગ્ગી વાસુદેવ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી સહિતના મંત્રીમંડળ અને મહાનુભાવોને મળી ગુજરાતમાં પણ જમીન ફળદ્રુપ બનાવવા માટે ખાસ એમ.ઓ.યુ કરે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર : સેવ સોઈલ (save soil campaign) એટલે કે, માટી બચાવવાના અભિયાનને લઈને 27 દેશોમાંથી ભારતમાં વધી રહેલા સદગુરુ જગ્ગી વાસુદેવ (Sadguru Jaggi Vasudev) જામનગર (Jamnagar)ના રાજવીના મહેમાન બન્યા બાદ મોડી રાત્રે ખાસ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Cricket Stadiuam)માં આઈપીએલ ફાઈનલ મેચ નિહાળવા પહોંચ્યા હતા.

    જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પ્રતિનિધિ એકતાબા સોઢા સાથે ખાસ હવાઈ માર્ગે સૂર્યાસ્ત પછી જામનગરના રાજમહેલ એવા પ્રતાપ વિલાસ પેલેસ ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને શ્રેષ્ઠીઓ સાથે માટી બચાવવા અને ફળદ્રુપતા લાવવા ચર્ચાઓ કર્યા બાદ સીધા જ ઈશા ફાઉન્ડેશન અને સેવ સોઈલ કેમ્પેઇન ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવ અને રાજવી પરિવારના પ્રતિનિધિ એકતાબા સોઢા ખાસ હવાઈમાર્ગે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને મોડી રાત્રે આઇપીએલના ચાલી રહેલા ફાઇનલ મેચમાં પહોંચ્યા હતા.



    આઈપીએલ મેચ દરમિયાન પહોંચેલા સદગુરુ જગ્ગી વાસુદેવનું ગૃહમંત્રી અમિત શાહ સાથે મિલન પણ થયું હતું. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ખાસ રણબીરસિંહ પણ જોવા મળ્યો હતો અને રણવીરે હાથમાં સેવ સોઈલના પોસ્ટર સાથે સદગુરુ જગ્ગી વાસુદેવની મુહિમને આવકારી સપોર્ટ કરતો પણ જોવા મળ્યો હતો.

    આ પણ વાંચો- યૂપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર

    મહત્વનું છે કે, 27 દેશોના પ્રવાસ કરી ભારતમાં આવેલા સદગુરુ જગ્ગી વાસુદેવ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી સહિતના મંત્રીમંડળ અને મહાનુભાવોને મળી ગુજરાતમાં પણ જમીન ફળદ્રુપ બનાવવા માટે ખાસ એમ.ઓ.યુ કરે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

    આ પણ વાંચો- 1 જૂનથી તાપમાનમાં સામાન્ય વધારો નોંધાશે

    રવિવારે આઈપીએલ મેચ દરમિયાન જ ગુજરાતમાં માટી બચાવો અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતતા લાવવા સદગુરૂના આ મિશનને પ્રોત્સાહન આપવા ચર્ચા વિચારણા થઇ હતી. જેને લઈને આજે ગાંધીનગર ખાતે એક મહત્વની સદગુરુ જગ્ગી વાસુદેવ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓની ખાસ બેઠક પણ મળવા જઇ રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Gujarat Government, Sadguru Jaggi Vasudev

    આગામી સમાચાર