Union
Budget 2023

Highlights

Home /News /madhya-gujarat /CM ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મળેલ RSSની સમન્વય બેઠક પૂર્ણ, વર્તમાન રાજકિય પરિસ્થિતિ પર ચર્ચા

CM ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મળેલ RSSની સમન્વય બેઠક પૂર્ણ, વર્તમાન રાજકિય પરિસ્થિતિ પર ચર્ચા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમન્વય બેઠકમાં ત્રણ કલાથી વધુ સમય વિતાવ્યો હતો.

વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી છે તે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ મણીનગર આરએસએસ ડો હેડ ગેવાર ભવન ખાતે મળી હતી. સંઘ અને ભાજપ વચ્ચે સમન્વય યોજાય તે બેઠકનો મહત્વ હિસ્સો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) વર્ષના અંતમાં યોજાવાની છે. તે પહેલા ફરી એકવાર આરએસએસ (RSS) સક્રિય જોવા મળી રહ્યું છે. ગુજરાત ભાજપે (BJP) આ વખતે 182 બેઠકનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ભાજપ સાથે સમકક્ષ સંઘ પણ બેઠક દિઠ જવાબદારી સોંપવાનાં આવી હોવાનું સુત્રોએ માહિતી આપી છે. વર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિત અંગે સંઘની 35થી વધુ ભંગીની સંસ્થાઓના 300થી વધુ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમન્વય બેઠકમાં ત્રણ કલાથી વધુ સમય વિતાવ્યો હતો.

વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી છે તે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ મણીનગર આરએસએસ ડો હેડ ગેવાર ભવન ખાતે મળી હતી. સંઘ અને ભાજપ વચ્ચે સમન્વય યોજાય તે બેઠકનો મહત્વ હિસ્સો હતો. વહેલી સવારથી શરૂ થયેલ મણિનગરમાં સ્થિત હેડગેવાર ભવન ખાતે યોજાયેલી સંઘ-ભાજપની સમન્વય બેઠક પૂર્ણ થઇ છે.

આ પણ વાંચો- યમનોત્રી હાઈવે પર બસ ખીણમાં પડી, 22થી વધુ લોકોના મોત

સમન્વય બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહરાજ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, સંગઠન પ્રભારી, સંગઠન મુખ્ય હોદ્દેદારો સહિતના ભાજપ નેતાઓ તેમજ સંઘના ભંગની સંસ્થાના 300 થી વધુ પ્રતિનિધિ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અઢી કલાક કરતા વધુ સમય માટે બેઠકમાં હાજરી આપી હતી. VHP, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ, વિદ્યા ભારતી, ભારતીય શિક્ષણ મંડળ, સેવા ભારતી, સાહિત્ય સાધના સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા.

સંઘ સુત્રો માહિતી આપી હતી કે, સમન્વય બેઠકમાં ગુજરાતની રાજકીય, સામાજિક પરિસ્થિતિના મુદ્દાઓને લઈને બેઠકમાં ચર્ચા થઇ છે. ભાજપના 182 બેઠક જીતવાના લક્ષ્યાંકને પૂરો કરવા સંઘ સંપૂર્ણ સંક્રિય રહેશે. વિધાનસભા બેઠક દીઠ સંઘના કાર્યકરો ને સોંપવામાંજવાબદારી આવશે.

આ પણ વાંચો- મુકેશ અંબાણીના પૌત્રએ Jio વર્લ્ડ સેન્ટરમાં સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું

સમન્વય બેઠક પહેલા ગુજરાત પ્રાંત પ્રચારક પ્રમુખ વિજય ઠાકરે નિવેદન આપતા કહ્યું હતુ કે દર વર્ષે આયોજનના ભાગરૂપે સમન્વય બેઠક યોજાતી હોય છે.ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠનના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા છે . આ બેઠકમાં વિવિધ જૂથના આગેવાનો આચાર વિચારનું પ્રદાન કર્યું હતું . દર વર્ષે જુન અને નવેમ્બરમાં સમન્વય બેઠક આયોજન કરાય છે . જે અંતર્ગત જૂન મહિનાના પ્રથમ સપ્તાહ બેઠક બોલાવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Bhupendra Patel, Gandhinagar News, Gujarat CM Bhupendra Patel, RSS

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन