Home /News /madhya-gujarat /

રૂ.22લાખના કુરિયર હિરા લૂંટમાં સંડોવાયેલ બે મહિલા સહિત 6 જણાની ધરપકડ

રૂ.22લાખના કુરિયર હિરા લૂંટમાં સંડોવાયેલ બે મહિલા સહિત 6 જણાની ધરપકડ

અમદાવાદ: મહેમદાવાદ એક્સપ્રેક્સ હાઇવે નજીક કુરિયર કંપનીના ગાડીને ઓતરી રૂ.22લાખના હીરા તથા સોનાના દાગીનાની લૂંટમાં ખેડા એલસીબીએ બે મહિલા સહિત છ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે રૂ.21.67લાખનો મુદ્દામાલ રીકવર કરી ફરાર રાજસ્થાનના બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ: મહેમદાવાદ એક્સપ્રેક્સ હાઇવે નજીક કુરિયર કંપનીના ગાડીને ઓતરી રૂ.22લાખના હીરા તથા સોનાના દાગીનાની લૂંટમાં ખેડા એલસીબીએ બે મહિલા સહિત છ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે રૂ.21.67લાખનો મુદ્દામાલ રીકવર કરી ફરાર રાજસ્થાનના બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

સુરતના જાપાન માર્કેટની શક્તિ કન્સાઇન્મેટ પ્રા.લી. કુરિયારના લાલદેવ પ્રસાદ વર્મા અને અનીલ 15મી માર્ચના કંપનીની ગાડીમાં પાર્સલો લઇ એરપોર્ટ જવા નીકળ્યા ત્યારે અન્ય ગાડીમાંથી આવેલા ઈસમોએ રૂ. 22 લાખના હીરા તથા સોનું ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા.  આ લૂંટ કરવામાં અગાઉ સુરત કાર્ગો કંપનીની ગાડીમાં રાજસ્થાનનો અર્જુન છેલ્લા ત્રણ વર્ષ પહેલા ડ્રાયવર તરીકે ફરજ બજાવતો હતો. તેને કુરિયરમાં શું માલ જાય છે તેની જાણ હતી.
પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી રાજસ્થાનના અર્જુનની તપાસ હાથ ધરી હતી અને તેનો મિત્ર વી.આર.ન્યુઝ સાપ્તાહિકનો એડીટર ગોપાલ મસરાજી રાજપુરોહિત સંડોવાયેલા હોવાની હકીકત મળતાં પોલીસે તેને પકડી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાતમાં જણાવ્યું હતું કે ‘પોતાના અન્ય સાથીઓ કિર્તીબેન રાઠોડ, વિપુલ વ્યાસ, ભાવનાબેન મહેતા, સુનીલ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ સીસારા (આહીર) સાથે મળી લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી.’

પકડાયેલ આરોપી

ગોપાલ રાજપુરોહિત (ઉં.24, રહે.જેરણ,.જાલોર, રાજસ્થાન)(વી.આર.ન્યુઝ સાપ્તાહિકનો એડીટર),

વિપુલ વ્યાસ,(ઉં.24, રહે. ઓઢવ)

કિર્તીબેન રાઠોડ(નારી આવાજ સાપ્તાહિક, પત્રકાર) ,(ઉં.47, રહે. સી.ટી.એમ, અમદાવાદ)

સુનિલ બ્રહ્મભટ્ટ(વી.આર.ન્યુઝ સાપ્તાહિક, પત્રકાર અમદાવાદ),ઉં.4, રહે.વસ્ત્રાલ, અમદાવાદ

ભાવનાબેન મહેતા (દિવ્ય ભાવના સાપ્તાહિક, પત્રકાર અમદાવાદ)(ઉં.37, રહે.સિલ્વર સિટી, વસ્ત્રાલ, અમદાવાદ)

ભરત રામજી સીસારા (ઓઢવ, અમદાવાદ)

First published:

Tags: ગુનો, પત્રકાર, પોલીસ`, લૂંટારૂ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन