Home /News /madhya-gujarat /Road Accident: ગુજરાતમાં આજે થઇ અકસ્માતોની વણઝાર, 2 બાળક, 3 યુવક અને 1 વૃદ્ધનું મોત

Road Accident: ગુજરાતમાં આજે થઇ અકસ્માતોની વણઝાર, 2 બાળક, 3 યુવક અને 1 વૃદ્ધનું મોત

ખેડા અક્સ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થતાં અફરા-તફરી મચી ગઈ હતી.

ખેડાના નડિયાદ ડાકોર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માત ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થતાં અફરા-તફરી મચી ગઈ હતી. આ અકસ્માત નડિયાદના હેલિપે ગામે થયો છે. જોકે અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો.

ગુજરાત (Gujarat)માં આજે રવિવારનો દિવસ અકસ્માતો (Road Accident)ની વણઝાર લઇને આવ્યો હોય તેમ આજે દિવસભરમાં કુલ ચાર અકસ્માતની ઘટનાઓમાં 6 લોકોના મોત નિપજ્યા છે. ખેડા (Kheda Accident)માં ત્રણ યુવકો અકસ્માતમાં મોતને ભેટ્યા છે તો બનાસકાંઠા (Banaskantha Accident)ના ધાનેરા અને કેશોમાં 1-1 બાળકનું મોત નિપજ્યું છે. ત્યાં જ અમદાવાદમાં આગ (Ahmedabad Fire)ની એક ઘટનામાં અશક્ત વૃદ્ધનું મોત નિપજ્યું છે.

ખેડાના નડિયાદ ડાકોર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માત ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત થતાં અફરા-તફરી મચી ગઈ હતી. આ અકસ્માત નડિયાદના હેલિપે ગામે થયો છે. જોકે અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો.



ત્યાં જ બીજી ઘટના બનાસકાંઠાના ધાનેરા થરાદ હાઇવે પર બની હતી. આ અકસ્માત ખેડા ગામ પાસે થયો હતો જેમા લગ્નમાંથી પરત આવતી વખતે જીપ પલટી ખાઇ હતી. જીપ પલટી મારતા અંદાજે 15 વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યાકે 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. લગ્નમાંથી પરત ફરતી વખતે એક જ પરિવારના સભ્યોને આ અકસ્માત નડ્યો હતો. હાલમાં 5 ઇજાગ્રસ્તોને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સાવરવાર હેઠળ લઇ જવાયા છે. ત્યાં જ બાળકના મૃતદેહને પી.એમ અર્થે ધાનેરા રેફરલ લવાયો છે.

આ પણ વાંચો- સુદામડા ગામે જૂથ અથડામણ, ત્રણ રાઉન્ડ ફાયરિંગ બાદ આખા ગામમાં તંગદીલી

ત્રીજી ઘટના જૂનાગઢના કેશોદમાં બની હતી. જ્યાં ટ્રકથી બાળક કચડાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કેશોદના મકસૂદ ચોકમાં ખુલ્લાંમાં સૂતેલા પરીવાર પર અકસ્માત રૂપી આફત આવી ચઢી હતી. અહીં ટ્રક ચાલકે રીવર્સ લેતાં ઊંઘી રહેલાં પરીવાર પર ટ્રક ચડાવી દીધો હતો. અકસ્માતમાં માતાને ઇજા પહોંચી ગતી ત્યાં જ 3 વર્ષના બાળકનું પરિવાર સામે જ મોત નિપજ્યું હતું. બાળકો સહિતનો ભિક્ષુક પરીવાર ખુલ્લાંમાં સુતો હતો ત્યારે આ ઘટના બની હતી. પરીવાર ભાવનગર થી રીક્ષા લઈ ભીક્ષા વૃતિ કરવા આવ્યો હોવાનું જાણવાં મળ્યું છે. આ ઘટના ને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



ચોથી ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બની છે. જ્યાં સિદ્ધિ ફ્લેટમાં બીજા માળે આવેલા ઘરમાં આગ લાગી છે. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની આ ઘટનામાં એક અશક્ત વૃદ્ધ બહાર ન નીકળી શકતા અંદર જ જીવતા ભુંજાઈ ગયા હતા. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે.
First published:

Tags: Ahmedabad fire, Gujarati news, Horrific road accident, Road accident