ભાજપની આંખો ખોલવા કોંગ્રેસને સાથ આપ્યો,કાયદાકીય રીતે અનામત લઇશુંઃપાટીદાર અગ્રણી

News18 Gujarati | Pradesh18
Updated: February 17, 2016, 8:00 PM IST
ભાજપની આંખો ખોલવા કોંગ્રેસને સાથ આપ્યો,કાયદાકીય રીતે અનામત લઇશુંઃપાટીદાર અગ્રણી
મહેસાણાઃપાટીદાર સમાજના અનામત આંદોલનના ઘણા કાર્યક્રમો સાથે હવે પાટીદાર લીગલ ટીમ હવે અનામત મેળવવા ઓબીસી આયોગના દ્વારે પહોચ્યો છે. મહેસાણાના પાટીદાર આગેવાન દિલીપ પટેલના જણાવ્યા મુજબ અત્યાર સુધી ઘણી રેલી-રેલા નીકળી છે. પરંતુ, કોઈએ ઓબીસી આયોગમાં રજૂઆત કરી નથી..

  • Pradesh18
  • Last Updated: February 17, 2016, 8:00 PM IST
  • Share this:
મહેસાણાઃપાટીદાર સમાજના અનામત આંદોલનના ઘણા કાર્યક્રમો સાથે હવે પાટીદાર લીગલ ટીમ હવે અનામત મેળવવા ઓબીસી આયોગના દ્વારે પહોચ્યો છે. મહેસાણાના પાટીદાર આગેવાન દિલીપ પટેલના જણાવ્યા મુજબ અત્યાર સુધી ઘણી રેલી-રેલા નીકળી છે. પરંતુ, કોઈએ ઓબીસી આયોગમાં રજૂઆત કરી નથી..

ત્યારે હવે દિલીપ પટેલ સહિતની પાટીદાર લીગલ ટીમે છેલ્લા બે મહિનાથી ઓબીસી આયોગમાં પાટીદાર સમાજ માટે અનામતની માંગ સાથેની અરજી કરી છે. તો અત્યાર સુધી કોઈએ કાયદાકીય રીતે કેમ કાર્યવાહી કરી નથી અને માત્ર રેલીઓ જ કાઢી છે. તેનો જવાબ સમાજ માંગે તેમ દિલીપ પટેલે જણાવ્યું હતું.

પાટીદાર આગેવાન દિલીપ પટેલે જણાવ્યું હતું કે,અમે ઓબીસી આયોગમાં ચાર સમાજની અરજી અમે દાખલ કરાવી છે. બીજા દસેક સમાજ તૈયાર છે. જેનો એક જ આશય હતો અમારો કે વિભાગ પાડીને અરજી કરવામાં આવે તો કદાચ એક સમાજનો સર્વે થાય, અને ફેઈલ થાય તો ફેઈલ રીપોર્ટ સાથે અમે આગળની કાર્યવાહી કરી શકીએ. અને જો લાભ મળે તો અમારા એક સમાજ પુરતો તો લાભ મળે. અને બાકીના સમાજ માટે ઈ.બી.સી. કે બીજી કોઈ રીતે સરકાર જોડે અનામતની માંગણી કરી શકીએ.

તેમણે વધુમાં કહ્યું હતું કે,આજ સુધી કોઈએ એક પણ અરજી ઓબીસી આયોગ, નેશનલ આયોગમાં કે સુપ્રીમમાં અરજી નથી કરી.પરંતુ સરકાર જોડે કામ લેવું હોય તો કાયદાકીય પધ્ધત્તીથી જ આગળ વધવું જોઈએ. જે અમને યોગ્ય લાગ્યું છે. અને એમાં અમે હાલમાં કામ કરી રહ્યા છીએ. રાજકારણ અમારા સમાજમાં ઘુસ્યું છે તેનું પરિણામ અમારો સમાજ ભોગવી રહ્યો છે.

દિલીપ પટેલના દાવા મુજબ અમે એ સમજીને કોંગ્રેસને સાથ આપ્યો હતો કે તેનાથી ભાજપની આંખો ખુલી જશે. અને અનામત માટે કોંગ્રેસ અમને મદદ કરે. પરંતુ, પ્રવિષ રાષ્ટ્રપાલના નિવેદન બાદ એમને પોતાનું સ્ટેન્ડ ક્લીયર કર્યું. તો અમારા પર થયેલી ગંભીર ટીપ્પણીનો અમે વિરોધ કરીએ છીએ. પ્રવિષ રાષ્ટ્રપાલને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં નહિ આવે તો વધુ જલદ કાર્યક્રમો આપીશું.
First published: February 12, 2016, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading