ધર્મજમાં પુન:મતદાન પૂર્ણ, સરેરાશ 78.8 ટકા વોટિંગ નોંધાયું

સવારથી જ અહીં મતદાતાઓની લાઇન લાગી છે.

ત્યારે સવારથી જ અહીં મતદાતાઓની લાઇન લાગી છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત આણંદ લોકસભા બેઠકો માટે ગત 23 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. લોકસભાની ચૂંટણી 2019 માટે આજે આણંદ લોકસભાના ધર્મજ બૂથ-8 પર પુન:મતદાન કરવામાં આવ્યું. જેમાં સોજિત્રા વિધાનસભામાં સમાવિષ્ટ ધર્મજ 8 પર મતદાન થયું. અહીં સવારથી જ મતદાતાઓની લાઇન લાગી હતી, અને મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં 78.8 ટકા મતદાન નોંધાયું છે.

  ચૂંટણી અધિકારીએ મુખ્ય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી

  મહત્વનું છે કે, બૂથ પર વિડીયોગ્રાફીને ધ્યાને લઈને કલેક્ટરે નિર્ણય કર્યો હતો. વિડીયોગ્રાફીમાં એકની એક વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યુ હતુ. જેને લઈને ચૂંટણી અધિકારી દિલીપ રાણાએ મુખ્ય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી.

  સવારથી જ અહીં મતદાતાઓની લાઇન લાગી છે.


  આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગામ અને સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ધર્મજ ગામના 239-8 નંબરના મતદાન મથક ઉપર લોકસભાની ચુંટણી દરમ્યાન કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરાઇ હોવાની ચુંટણીપંચને ફરિયાદ મળી હતી. જેને ધ્યાને લઇને રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી ડૉ.એસ. મુરલી ક્રિષ્ણાએ લોકપ્રતિનીધિત્વ અધિનિયમની કલમ-58 (2) હેઠળ રદ કરેલ છે. જે મતદાન મથકનુમ મતદાન આજે 12 મે ને રવિવારના રોજ સવારે 7.00 થી સાંજે 6.00 વાગ્યા દરમ્યાન નવેસરથી કરવામા આવી રહ્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published: