Home /News /madhya-gujarat /ખેડા: 52 વર્ષીય ડૉક્ટરે તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટીસ ડૉક્ટર યુવતી પર આચર્યું દુષ્કર્મ

ખેડા: 52 વર્ષીય ડૉક્ટરે તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટીસ ડૉક્ટર યુવતી પર આચર્યું દુષ્કર્મ

ડૉક્ટર અજય વાલા.

Dakor doctor intern rape: ફરિયાદ પ્રમાણે ડૉક્ટર CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં પીડિત યુવતીને બોલાવતો હતો અને શારીરિક અડપલાં તેમજ બળાત્કાર ગુજારતો હતો.

ખેડા: ખેડા જિલ્લામાં એક ડૉક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ (Rape complaint) દાખલ કરવામાં આવી છે. જેમાં ડૉક્ટરે તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ડૉક્ટરે સરકારી નોકરી અપાવવાની અને લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડાકોર પોલીસ સ્ટેશન (Dakor police station)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 52 વર્ષીય ડૉક્ટર તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી સાથે અવારનવાર બળાત્કાર ગુજારતો હોવાની ફરિયાદ દાખલ થઈ છે. ડૉક્ટર અજય. કે. વાલા (Dr Ajay K Vala) સામે ડાકોર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે ડૉક્ટર વાલા સરકારી નોકરી તેમજ લગ્નની લાલચ આપીને એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી પર બળાત્કાર ગુજારતો હતો.

ફરિયાદ પ્રમાણે ડૉક્ટર CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં પીડિત યુવતીને બોલાવતો હતો અને શારીરિક અડપલાં તેમજ બળાત્કાર ગુજારતો હતો. આ ઉપરાંત ડૉક્ટર વાલાએ આણંદ ખાતેના બંગલામાં પણ યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં એવી વિગત પણ સામે આવી છે કે યુવતીના લગ્ન થઈ ગયા બાદ પણ ડૉક્ટર યુવતી સાથે બળજબરીથી બળાત્કાર ગુજારતો હતો. આ ઉપરાંત યુવતીને તેના પતિ સાથે છૂટાછેડા લઈ લેવાની ધમકી આપતો હતો.

આ પણ વાંચો: પ્રેમિકાના લગ્ન સમયે પ્રેમી થયો 'પાગલ' સ્ટેજ પર જઈને પહેરાવી દીધી વરમાળા

એવી પણ વિગતો સામે આવી છે કે ડૉક્ટરની સતત હેરાનગતિની પગલે યુવતીના લગ્ન જીવનમાં ભંગાણ થયું હતું. આ મામલે યુવતીએ ફરિયાદ દાખલ કરતા ડાકોર પોલીસે કલમ 376 (2)e, 376(2)n, અને 506 મુજબ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના અન્ય અપડેટ્સ


સુત્રાપાડામાં અનારાધાર વરસાદથી બ્રિજ ધોવાયો


છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ (Sutrapada heavy rain) પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. બીજી તરફ ખેરા (Khera village) અને વસાવડ ગામ (Vasavad village) વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જોડતો બ્રિજ (Bridge) ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

MS યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો કોર્સ થયો શરૂ


શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (The Maharaja Sayajirao University) હિન્દુ સ્ટડીઝનો (Hindu Study) અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. 3 વર્ષનો સ્નાતક સિન્ડિકેટ દ્વારા બી.એ. અને એમ.એ. હિન્દુ સ્ટડીઝના અભ્યાસક્રમમાં હિન્દુ સંસ્કૃતિનું મૂળભૂત જ્ઞાન આપશે. હાલમાં એડમિશન (Admission Open) શરૂ કરી દેવામાં આવ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:

Tags: Dakor, ગુનો, ડોક્ટર, પોલીસ, બળાત્કાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો