ખેડા: સંતરામ મંદિરે મોરારીબાપુની કથા, ગળતેશ્વર મંદિરનો પુન: જીર્ણોદ્ધાર કરાશે: CM

News18 Gujarati
Updated: February 9, 2019, 4:15 PM IST
ખેડા: સંતરામ મંદિરે મોરારીબાપુની કથા, ગળતેશ્વર મંદિરનો પુન: જીર્ણોદ્ધાર કરાશે: CM
સંતરામ મંદિરે સમાધી મહોત્સવની ઉજવણી

સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજનો 188મો સમાધિ મહોત્સવ અને તેમના શિષ્ય શ્રી લક્ષમણદાસજી મહારાજનો 150મા સાર્ધ સમાધિ મહોત્સવસની ઉજવણી ચાલી રહી છે.

  • Share this:
ખેડા જિલ્લાની સાક્ષરભૂમિ નડીઆદના જય મહારાજ ભૂમિ શ્રી સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજનો 188મો સમાધિ મહોત્સવ અને તેમના શિષ્ય શ્રી લક્ષમણદાસજી મહારાજનો 150મા સાર્ધ સમાધિ મહોત્સવસની ઉજવણી ચાલી રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ સમાધિ મહોત્સવમાં સંતરામ મંદિરના દર્શને આવી પહોંચ્યા હતા. હાલ આ સમાધિ મહોત્સવમાં મોરારીબાપુની રામકથા અને યોગગુરુ બાબા રામદેવની યોગશિબિર પણ ચાલી રહી છે.

આસ્થા અને શ્રધ્ધાની ભૂમિ શ્રી સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજ અને તેમના શિષ્ય લક્ષમણદાસજી મહારાજના સમાધિ પર્વ ઉજવણીમાં સંતરામ મંદિર દ્વારા રાજ્યના સીએમ વિજય રૂપાણી ને ઉપસ્તિથ રહેવા આમંત્રણ પાઠવતા સીએમ રૂપાણી આજે સમાધિ ઉત્સવમાં ખાસ હાજરી આપી હતી. તેમજ રૂપાણીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ગળતેશ્વર મંદિરનો પુનઃ જીર્ણોધાર કરાશે અને અમોએ ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે અને અમે લોકો આત્મવિશ્વાસ સાથે આવનારી ચૂંટણી જીતીશું તેવો વિશ્વાસ સીએમ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે વિજય રૂપાણીએ કહ્યું કે, પૂજ્ય શ્રી સંતરામ મહારાજ નો 188મો સમાધિ મહોત્સવ અને પૂજય લક્ષમ્ણદાસજી મહારાજનો 150મો સમાધિ મહોત્સવ નિમિતે ખાસ દર્શન માટે આવ્યો છુ મને આનંદ છે કે રામદાસજી મહારાજના સાનિધ્યમાં સંતરામજી મહારાજના સિદ્ધાંત મુજબ જન સેવા એજ પ્રભુ સેવા ચાલી છે. તાજેતરમાંજ કબીર એવોર્ડ પ્રાપ્ત થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અહીંયા મંદિરની રોટલીઓ ખાધેલી છે એવું આ પવિત્ર મંદિર તપોભૂમિમાં મોરારીબાપુની કથા ચાલી રહી છે, રામદેવ બાબાની યોગશિબિર ચાલી રહી છે ધર્મ વાતાવરણ ઉભું થયું છે તેમાં સમ્મલિત થઇ આનંદ થયો છે.

વધુમા રૂપાણીએ કહ્યું કે, ગળતેશ્વર યાત્રાધામ જૂનું પુરાણું મંદિર છે તેનો જીર્ણોધાર આવશ્યક હતો લોકોની આસ્થાનું પ્રતીક છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયોગથી તેનો પુનઃ જીર્ણોધાર કરવામાં આવશે અને ભવ્ય મંદિર બને તે માટે અમે કાર્યરત છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની તૈયારી કરી દીધી છે, અમારી પાસે કાર્યકર્તાની મોટી ફોજ છે જે અમારી ઉપલબ્ધી છે અને તે કારણે આત્મવિશ્વાસ સાથે આવનારી ચૂંટણી જીતીશું.
First published: February 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading