ખેડા : પોલીસ સ્ટેશનમાં આગનું 'તાંડવ', ઢગલાબંધ વાહનો ભસ્મીભૂત, Live Videoમાં ઘટના કેદ

ખેડા પોલીસ સ્ટેશનની આગનો વીડિયો, ઘટનામાં 25 વાહનો બળીને ખાક

Kheda Police Station Fire: ખેડા પોલીસ મથકમાં મોડી રાતે આગનું તાંડવ, જાનહાનિ નહીં પરંતુ વાહનો ભસ્મિભૂત

 • Share this:
  ખેડા : તહેવારોના માહોલની વચ્ચે અચાનક રાજ્યમાં આગની (Fire Incidents in Gujarat) ઘટનાઓ સામે આવી રહી છે. એક પછી એક શહેરોમાં આગની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આવી જ એક આગની ઘટના ગઈકાલે રાતે ખેડા પોલીસ મથકમાં (Kheda Fire) બની હતી. ખેડા ટાઉન પોલીસ (Kheda Town Police Station Fire) મથકમાં આગ લાગતા જાણે કે આગનું તાંડવ ખેલાઈ રહ્યુ હોય તેવા વિકરાળ દૃશ્યો સામે આવ્યા હતા. આ આગમાં પાર્કિગમાં મૂકેલા વાહનો બળીને ભસ્મીભૂત (Vehicles burnt ) થઈ ગયા હતા. એક પછી એક વાહનોને આગે લપેટમાં લઈ લેતા વિકરાળ દૃશ્યો સર્જાયા હતા. જોકે, આગમાં કોઈ જાનહાનિના સમાચાર નહોતા. ઘટનાનો વીડિયો (Kheda Police station Fire video) સામે આવ્યો છે જેમાં આગની ભયાનકતા જોઈ શકાય છે.

  બનાવની વિગતો એવી છે કે રાજ્યમાં દિવાળીના માહોલમાં ફટાકડાંના કારણે કે પછી અન્ય કારણોસર આગજનીના ખૂબ બનાવો સામે આવ્યા છે. દરેક શહેરમાં નાના મોટા બનાવો સામે આવી રહ્યા છે તેવામાં ગઈકાલે ખેડા ટાઉન પોલીસ મથકમાં આગ લાગી હતી. આગનું કારણ સામે આવ્યું નથી પરંતુ આ આગમાં પોલીસ સ્ટેશનમાં પાર્ક કરાયેલા ગુનામાં જપ્ત કરાયેલા વાહનો ઝપટમાં આવી ગયા હતા.  દોઢ કલાક સુધી ભડકે બળ્યા વાહનો

  આ આગમાં જાનહાનિના કોઈ અહેવાલો નથી એટલે સામાન્ય રીતે ફાયરબ્રિગેડ માટે રેસ્ક્યૂની કામગીરી નહોતી. જોકે, આગ વાહનોમાં પ્રસરાઈ ગઈ હોવાથી તેના પર સતત વોટર કેનનનો મારો ચલાવતા હોવા છતાં આગને કાબૂમાં રાખી શકાઈ નહોતી. આગમાં એક પછી એક વાહનો ઝપટમાં આવતા ફાયર બ્રિગેડને દોઢ઼ કલાકની જહેમત કરવી પડી હતી. દોઢ કલાકના અંતે આ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

  આ પણ વાંચો : રાજકોટ : ફટાકડાં ફોડવા જતા કરેલો ચાળો મોંઘો પડ્યો! ભડભડ સળગ્યો યુવાન, જુઓ live video 

  25 જેટલા વાહનો ભસ્મીભૂત

  ખેડા ટાઉન પોલીસ મથકના પાર્કિંગમાં મૂકેલા આ તમામ વાહનો ગુનામાં જપ્ત કરાયેલા હતા. નડિયાદ ફાયર બ્રિગેડના આ કાફલાએ એક પછી એક વાહનોની આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં 25 જેટલા વાહનો આગની જ્વાળાઓમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ તો પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.
  Published by:Jay Mishra
  First published: