Home /News /madhya-gujarat /ખેડા: વધુ એક પોલીસકર્મીએ અધિકારીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

ખેડા: વધુ એક પોલીસકર્મીએ અધિકારીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

પ્રતિકાત્મક તસવીર

કોન્સ્ટેબલે આરોપ લગાવ્યો છે કે પીએસઆઈ દ્વારા તેને માનસિક ત્રાસ આપવાના કારણે તે આપઘાત કરવા જઈ રહ્યો છે.

  પોલીસ પ્રજાની રક્ષા માટે હોય છે, ત્યારે પોલીસ કર્મચારી જ કોઈ પરેશાનીને લઈ આપઘાતનો પ્રયાસ કરે ત્યારે ચર્ચાનો વિષય બની જાય છે. આવી જ વધુ એક પોલીસ કર્મચારીનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક પોલીસ કર્મચારીએ અધિકારીના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડાના વસો પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલે પોલીસના વોટ્સઅપ ગ્રુપમાં આપઘાત કરવાનો મેસેજ વાયરલ કરી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે, રેલવે પોલીસે આપઘાત કરવાનો પ્રયાસ કરનાર પોલીસ કોન્સ્ટેબલને બચાવી લીધો છે.

  સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ વાયરલ કર્યો હતો, જેમાં કોન્સ્ટેબલે આરોપ લગાવ્યો છે કે પીએસઆઈ દ્વારા તેને માનસિક ત્રાસ આપવાના કારણે તે આપઘાત કરવા જઈ રહ્યો છે.

  હાલમાં આપઘાતનો પ્રયાસ કરનાર કોન્સ્ટેબલને ડીવાયએસપી કચેરીએ લઈ જવામાં આવ્યો છે. ડીવાયએસપી દ્વારા કોન્સ્ટેબલની વ્યથા સાંભળી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદના કરાઈ એકેડમી ખાતે ફરજ બજાવનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આપઘાત કરી લીધો હતો. જેમાં પીએસઆઈની પત્નીએ ડીવાયએસપી પર ગંભીર આરોપ લગાવ્યો છે. પીએસઆઈની પત્નીએ ડિમ્પલ રાઠોડે આરોપ લગાવતા કહ્યું હતું કે, કરાઈ એકેડેમિના ડીવાયએસપી એન.પી. પટેલના માનસિક ત્રાસને કારણે તેના પતિએ આપઘાત કરી લીધો છે. એન.કે. પટેલ સતત તેના પતિને તેની સાથે સજાતિય સંબંધ રાખવા માટે દબાણ કરતા હતા. મારા પતિ ડીવાયએસપીની આવી અભદ્ર માંગણી સામે ઝૂક્યા ન હતા, આ જ કારણે તેમણે આપઘાત કરવો પડ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Kheda, Police Constable, અાપઘાત પ્રયાસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन