કપડવંજઃ ભત્રીજાએ બે સાથીઓ સાથે મળીને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા

News18 Gujarati
Updated: November 3, 2018, 1:29 PM IST
કપડવંજઃ ભત્રીજાએ બે સાથીઓ સાથે મળીને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા
હત્યાના આરોપીઓ

કપડવંજ તાલુકાના નિરમાલી-મોટીઝેર રોડ તરફના રસ્તા ઉપર મોટીઝેરની પરિણિતાને કોઈ અજાણ્યા ઈસમે મારી નાંખી તેની લાશને ખેતરમાં ફેંકી દીધી હતી.

  • Share this:
કપડવંજ તાલુકાના નિરમાલી-મોટીઝેર રોડ તરફના રસ્તા ઉપર મોટીઝેરની પરિણિતાને કોઈ અજાણ્યા ઈસમે મારી નાંખી તેની લાશને ખેતરમાં ફેંકી દીધી હતી. આ ઘટનામાં પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. નિવસ્ત્ર હાલતમાં મળેલા મૃતદેહના પ્રકરણમાં નરાધમોએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરીને ખેતરમાં નગ્ન હાલતમાં ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે ભત્રીજા સહિત ત્રણની ધરપકડ કરી છે.

મોટી ઝેરથી જ મહિલાનું અપહરણ કરી તેને નિરમાલી લઇ ગયા બાદ તેના પર દૂષ્કર્મ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. કપડવંજ તાલુકાના જોરામાં મોટી ઝેર ખાતે રહેતા કમલેશનું (નામ બદલ્યું છે)ના પત્નીનું મોટીઝેર ચોકડી પરથી જયંતિ બબાભાઇ વાદી (રહે. શિહોરા, તા. કપડવંજ) તથા તેનો કુટુંબી અને શિહોરાનો રહીશ લાલો રમેશભાઇ વાદીએ મોટીઝેર ચોકડીથી અપહરણ કર્યુ હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કપડવંજ તાલુકાના નિરમાલી-મોટીઝેર તરફ જવાના ડામરના પાકા રસ્તાની દક્ષિણ બાજુ તરફ જયંતિભાઈ અંબાલાલ પટેલના પડતર ખેતરમાં કોઈ કારણોસર કોઈપણ રીતે મોટીઝેરની પરિણિતાને મારી નાંખીને તેના મોઢા પર સાડી બાંધી પુરાવાનો નાશ કરવાની સાથે તેની લાશને ત્યાંથી ઢસડીને નજીકમાં આવેલ હસમુખભાઈ જોઈતાભાઈ પટેલના દિવેલાના ખેતરમાં નાંખી આરોપી ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાદ કપડવંજ રૂરલ પોલીસે બનાવ સંદર્ભમાં પરિણીતાના ભાઈ અને ફરિયાદી કિરણ નગીનભાઈ દેવીપૂજકની ફરિયાદના આધારે પોલીસ સુત્રોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ હત્યા બાદ અલગઅલગ ટીમો બનાવીને પરીણિતાને મોતને ઘાટ ઉતારનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે બનાવેલી ટીમ દ્વારા ખાનગી બાતમીદારો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી હતી. આ માહિતીમાં મૃતક મહિલાના ભત્રીજા ગોપી ઉર્ફે ભલો ગિરીશભાઈ દેવીપૂજકની સંડોવણી હોવાનું ખૂલતાં તેની સાથે પરિવારના અન્ય બે ઇસમો પણ સંડોવાયા હોવાની હકીકત ખુલવા પામી હતી. મહિલાના ભત્રીજાએ કરેલી કબુલાત બાદ જયંતિભાઈ ના મોબાઇલની કોલ ડિટેલ મેળવી લોકેશન શોધવામાં આવ્યું હતું.

જેને આધારે પોલીસ સ્ટેશને લાવીને પુછપરછ કરવામાં આવતાં ફરિયાદી મુકેશભાઈ દેવીપૂજકની બહેન સંગીતાનું મોટીઝેર ચોકડીથી અપહરણ કરી નિરમાલી ગામની સીમમાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
First published: November 3, 2018, 1:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading