પીએમ મોદીએ મન કી બાતમાં અમદાવાદની રથયાત્રાને કરી યાદ, જુઓ Video
પીએમ મોદીએ મન કી બાતમાં અમદાવાદની રથયાત્રાને કરી યાદ, જુઓ Video
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ સંબોધન કર્યું હતુ. જેમા તેમણે જણાવ્યું કે, મને અમદાવાદની રથયાત્રામાં સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું હતુ.
અમદાવાદ: શહેરના (Ahmedabad) જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રથયાત્રાનું (Ahmedabad Rathyatra) આયોજન કરવામાં આવે છે. આ વખતે અષાઠી બીજના દિવસે 145મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ સંબોધન કર્યું હતુ. જેમા તેમણે જણાવ્યું કે, મને અમદાવાદની રથયાત્રામાં સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું હતુ.
પીએમ મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતુ કે, 'ગુજરાતના અમદાવાદમાં પણ અષાઠ મહિનાની ત્રીજના દિવસે રથયાત્રા થાય છે. હું ગુજરાતમાં હતો તો મને પણ આ યાત્રામાં સેવાનું સૌભાગ્ય મળતું હતુ. અષાઠી બીજના દિવસથી પણ કચ્છનું નવું વર્ષ પણ શરૂ થાય છે. હું તમામ કચ્છી ભાઇઓ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ આપું છું.'
તેમણે વધુમાં જણાવ્યુ કે, 'મારા માટે આ દિવસે પણ એટલા માટે ખાસ છે કારણ કે, અષાઠી બીજના આગળના દિવસે ગુજરાતમાં અમે સંસ્કૃત ઉત્સવની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. જેમા સંસ્કૃત ભાષામાં ગીત અને સંગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય છે. આ આયોજનનું નામ છે અષાઠસ્ય પ્રથમ દિવસ. આ ઉત્સવને આ ખાસ નામ આપવા પાછળ પણ ખાસ કારણ છે. સંસ્કૃત કવિ મહાન કવિ કાલિદાસે અષાઠના પ્રથમ દિવસે જ 'મેધદૂતમ' લખ્યું હતુ. ભગવાન જગન્નાથની યાત્રામાં ગરીબો અને વંચિતોની ભાગીદારી હોય છે.'
પીએમ મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતુ કે, 'આજે આપણો ભારત જ્યારે આટલા બધા ક્ષેત્રોમાં આકાશને આંબી રહ્યો છે તો આકાશ કે અંતરિક્ષ તેનાથી અછૂત કેવી રીતે રહી શકે. છેલ્લા કેટલાક સમયમાં દેશમાં સ્પેસ સેક્ટર સાથે જોડાયેલા ઘણા મોટા કામ થયા છે. દેશની આ ઉપલબ્ધિઓમંથી એક In-Space નામની એજન્સીનું નિર્માણ છે. આજથી કેટલાક વર્ષો પહેલા આપણા દેશમાં સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ વિશે કોઇ વિચારતું પણ ન હતું. આજે તેની સંખ્યા 100 કરતા વધારે છે. તેમણે કહ્યું કે દેશનો યુવા આકાશને અડવા તૈયાર છે તો આપણા દેશ કેવી રીતે પાછળ રહી શકે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર