જુની નોટો બદલાવવાનો હજુ ચાલે છે ગોરખધંધો, અમદાવાદમાં 50 લાખ સાથે ત્રણ પકડાયા

News18 Gujarati | News18 Gujarati
Updated: May 30, 2017, 11:33 AM IST
જુની નોટો બદલાવવાનો હજુ ચાલે છે  ગોરખધંધો, અમદાવાદમાં 50 લાખ સાથે ત્રણ પકડાયા
ભારત સરકારે 500 અને 1000ની જુની નોટો બંધ કરી દીધા હોવા છતા કેટલાક લોકો નોટની અદલા-બદલી કરી રહ્યા છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ આશરે 50 લાખની જુની નોટો સાથે ત્રણ લોકોની અટકાયત કરી છે.આ નોટો કોણે આપવાના હતા તેની પોલીસે તપાસ શરુ કરી છે.

  • Share this:

શાંતી ચુડાસમા,હબીબ સમા અને તાહીરની પોલીસે ધરપકડ કરી છે. એસઓજીને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો સનાથલ સર્કલ પાસેથી નોટો બદલવા જવાના છે તે માહિતી ના આધારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કાર ત્યાં આવી અને જેમાંથી બે શખ્સો ખાખી બોક્સ લઈને નીચે ઉતરેલ.પોલીસે આ શખ્સોને પકડવા ગઈ હતી ત્યારે કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો પરંતુ પોલીસે શાંતિ અને હબીબને ઝડપી પાડ્યો અને તેમની પાસેથી રુપિયા 49.93 લાખની જુની નોટો કબ્જે કરી છે.પોલીસે વધુ પુછપરછ હાથ ધરી તો જાણાવા મળ્યુ છે કે આ બન્ને શખ્સોએ તાહીર નામના શખ્સ પાસેથી રુપિયા આઠ લાખની નવી નોટો આપી આ જુની નોટો લીઘી હતી.તાહિર બેકરીનો ધંધો કરે છે.પોલીસે તાહિરની તપાસ કરી તો જાણવા મળ્યુ છે કે અમદાવાદના બે વેપારી રાજુ સોની અને હિમ્મત રાજપુત નામના શખ્સો પાસેથી આ નોટો લઈને આવ્યા હતા.એસઓજીએ આ તમામ ઘટનાની જાણ આયકર વિભાગને કરી છે અને આયકર વિભાગ આગળની તપાસ કરશે.

સવાલ એ ઉભો થાય છે કે શાંતિ અને હબીબ કોણે આ નોટો આપવાના હતા.શુ આ ગેંગમાં અન્ય લોકો પણ સામેલ છે.શુ ખરેખર હાલ પણ જુની નોટો બદલાઈ રહી છે કે પછી માત્ર કોઈ ગેંગ લોકોને છેતરી રહી છે.સવાલ એ પણ છે કે ખરેખર આ રુપિયા કોણા હતા.

First published: May 30, 2017, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading