માનસિક અસ્થિર યુવકે આધેડનો રસ્તો રોક્યો અને પછી જે થયું તે જાણી તમારા હોશ ઉડી જશે
માનસિક અસ્થિર યુવકે આધેડનો રસ્તો રોક્યો અને પછી જે થયું તે જાણી તમારા હોશ ઉડી જશે
માનસિક અસ્થિર યુવક એ સાયકલ પર જઈ રહેલા આધેડનો રસ્તો રોકતા આધેડ એ તેને ઠપકો આપ્યો હતો.
Ahmedabad Crime: પિતા પર હુમલો થયો અને તેના પિતા બેભાન અવસ્થામાં હોવાથી ફરિયાદી તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. અને ઇજાગ્રસ્ત પિતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.
અમદાવાદ: શહેરનાં ઓઢવ વિસ્તાર (Odhav Area)માં માનસિક અસ્થિર યુવક એ સાયકલ પર જઈ રહેલા આધેડનો રસ્તો રોકતા આધેડ એ તેને ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા આ યુવકે આધેડને નીચે પાડી દઈ તેમનું ગળું દબાવી (Murder) માથાનાં ભાગે પથ્થર વડે હુમલો કરી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી અને હત્યા કરી દીધી છે.
નિકોલ વિસ્તારમાં રહેતા પરેશ મહાવરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તે બપોરના સમયે નોકરી પર હતો ત્યારે બપોરના બે વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો. અને કહ્યું હતું કે વિરાટ નગર રોડ સુખી સંસાર એપાર્ટમેન્ટનાં ગેટ પાસે રોડ પર તેના પિતા સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે દોઢેક વાગ્યાની આસપાસ ઓઢવના વિરાટનગર વિસ્તાર માં ફરતાં નેપાળી જેવા દેખાતા હરીન્દ્ર રાવત નામના યુવકે ઓચિંતા હુમલો કરી તેના પિતાને સાયકલ પરથી નીચે પાડી દઈ ગળું દબાવી માથાનાં ભાગે પથ્થર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડેલ છે. અને તેઓ બેભાન હાલમાં ત્યાં પડ્યા છે.
પિતા પર હુમલો થયો અને તેના પિતા બેભાન અવસ્થામાં હોવાથી ફરિયાદી તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. અને ઇજાગ્રસ્ત પિતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલો કરનાર યુવક માનસિક રીતે અસ્થિર છે. અને જ્યારે મૃતક સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે આ યુવકે તેમનો રસ્તો રોક્યો હતો. ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં આ યુવકે આધેડ પર હુમલો કર્યો હતો. જે બાદ યુવકે આધેડનું ગળું દબાવી તેમની હત્યા કરી નાંખી હતી. હાલમાં આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર