Home /News /madhya-gujarat /NIA Raid in Gujarat: ગુજરાતમાં NIAના દરોડા યથાવત, આતંકી ફંડિંગની પુષ્ટી બાદ નડિયાદની કંપનીમાં તપાસ તેજ

NIA Raid in Gujarat: ગુજરાતમાં NIAના દરોડા યથાવત, આતંકી ફંડિંગની પુષ્ટી બાદ નડિયાદની કંપનીમાં તપાસ તેજ

આતંકી ફંડિંગની પુષ્ટી બાદ નડિયાદની કંપનીમાં તપાસ તેજ

દિલ્હીના વક્ફ બોર્ડના ગુજરાતના સભ્ય અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ ઓપરેશન થઇ રહ્યુ છે.

ખેડા: ગુજરાતમાં આતંકી ફંડિંગ મામલે NIAના દરોડા યથાવત છે. કચ્છથી અટારી સુધી પહોંચેલા ડ્રગ્સ અંગે તપાસ કેસમાં આતંકી ફંડિંગની પુષ્ટી બાદ NIAની તપાસ ચાલી રહી છે. ખેડાના નડિયાદમાં NIAના દરોડા પાડવામાં આવ્યા છે. ધ ન્યૂ ભારત હિંગ સપ્લાઈંગ કંપનનીમાં તપાસ કરવામાં આવી રહી છે. NIAની ટીમ હાલ તપાસ કરી રહી છે.

દિલ્હીના વક્ફ બોર્ડના ગુજરાતના સભ્ય અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ ઓપરેશન થઇ રહ્યુ છે. નડિયાદની અમદાવાદની બજારમાં તેમના ઘરમાં સર્ચ ઓપરેશન થયુ છે. મરીડા રોડ પર કંપનીમાં સવારથી સર્ચ ઓપરેશન ચાલુ છે. આ કંપનીમાં કરોડોની રકમના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ ચાલી રહી છે.

ગુજરાતના અન્ય સમાચાર


સરદાર સરોવર ડેમની સપાટી વધીને 137 મીટર થઇ

રાજ્યમાં હાલ વરસાદી માહોલ નથી સાથે ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે હાલ સરદાર સરોવર ડેમમાં 1,01,566 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ડેમના પાંચ દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે. નર્મદા નદીમાં પાણીની કુલ જાવક 52,943 ક્યુસેક છે. (આ અંગેના સમાચાર અહીં વાંચો.)



મહિલા પ્રિન્સિપાલનો આપઘાત

હળવદના મહિલા પ્રિન્સિપાલે અડાલજના એક ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. બંધ મકાનમાંથી આશાકુમારી વાઢેરની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. અડાલજમાં આવેલા પાર્શ્વનાથ ફ્લેટમાંથી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે, હાલ આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી. અડાલજમાં પોલીસે બંધ રૂમ ખોલી તપાસ કરી તો લાશ બેથી ત્રણ દિવસ જૂની હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે વધુ તપાસ શરૂ કરી તો એક બાદ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. (આ અંગેના સમાચાર અહીં વાંચો.)
First published:

Tags: ખેડા, ગુજરાત, નડિયાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો