વડતાલના નંદ કિશોર સ્વામી ઋષિકેષ ખાતે ગંગાના વહેણમાં તણાયા

નંદ કિશોર સ્વામી

નંદ કિશોર સ્વામી ઋષિકેષ ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ પંથના એક મંદિરમાં વિચરણ કરવા માટે ગયા હતા. છેલ્લા બે વર્ષથી સાળંગપુર મંદિર ખાતે સેવા આપી રહ્યા છે.

 • Share this:
  જનક જાગીરદાર, ખેડા

  મંગળવારે ઋષિકેષ ખાતે વડતાલના સ્વામિનારાયણ પંથના એક સ્વામી ગંગાના વહેણમાં તણાયા હોવાનો દુઃખદ બનાવ બન્યો છે. હજુ સુધી તેમની કોઈ જ ભાળ મળી નથી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

  મળી રહેલી માહિતી પ્રમાણે વડતાલ સ્વામિનારાયણ પંથના સ્વામી નંદ કિશોર મંગળવારે ઋષિકેશ ખાતે ગંગામાં નહાવા જતાં વહેણમાં તણાયા હતા. આ અંગેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. તેઓ સ્નાન કરવા માટે ગંગા કિનારે ગયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે તેઓ ગંગા કિનારે જઈ રહ્યા છે. આ દરમિયાન અમુક લોકોએ તેમને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પગ લપસી જવાને કારણે કે પછી કોઈ અન્ય કારણથી તેઓ નદીના વહેણમાં તણાઈ ગયા હતા તેની કોઈ માહિતી મળી નથી.

  નંદ કિશોર સ્વામી છેલ્લા બે વર્ષથી સાળંગપુર ખાતે સેવા આપતા હતા. આ પહેલા તેઓ સુરત ખાતે પણ તેમની સેવા આપી ચુક્યા છે. તાજેતરમાં તેઓ ઋષિકેષ ખાતે આવેલા વડતાલ સ્વામિનારાણ તાબાના એક મંદિરમાં વિચરણ કરવા માટે ગયા હતા. છેલ્લા થોડા દિવસોથી ઋષિકેષમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગંગા નદી ખતરાના લેવલ પર વહી રહી હતી.

  ગંગાના વહેણમાં તણાયા બાદ નંદ કિશોર સ્વામીની કોઈ ભાળ ન મળતા વડતાલ સ્વામિનારાયણ પંથમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: