નડીયાદ: ચેઈન સ્નેચિંગ કરતી ત્રિપુટી ગેંગ ઝડપાઈ

News18 Gujarati
Updated: March 30, 2018, 7:58 PM IST
નડીયાદ: ચેઈન સ્નેચિંગ કરતી ત્રિપુટી ગેંગ ઝડપાઈ

  • Share this:
અમદાવાદના રામપુરા ઇસનપુર વટવા મણિનગર જેવા વિસ્તાર માં 150 જેટલા ચેઈન સ્નેચિંગના ગુન્હામાં અને નડીયાદના વાણીયાવાડથી કિડની રોડ જેવા વિસ્તારોમાં 8 જેટલા ચેઈન સ્નેચિંગના ગુન્હામાં સંડોવાયેલ અમદાવાદની ઘેટીયા ગેંગના એક આરોપી સાથે અન્ય 2 આરોપી દેશી તમંચા જીવતા કારતુસ અને ઘાતક હથિયારો સાથે ખેડાજિલ્લા નડીયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડાજિલ્લાની સાક્ષર નગરી નડીયાદના હાર્દસમા વાણીયાવાડ અને કિડની સર્કલ પાસે છેલ્લા 3 માસ માં 8 જેટલા ચેઈન સ્નેચિંગના ગંભીર ગુન્હા બનતા ખેડાજિલ્લા એસપી એ સમગ્ર ઘટનાની તપાસના આદેશ ખેડાજીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી જે તપાસ હાથ પર લેતા પોતાનું ખબરી નેટવર્ક અને સતત વાણીયાવાડ અને કિડની સર્કલ પાસે વોચના આધારે પોલીસે ચેઈન સ્નેચિંગના 3 આરોપીને મુકેશ વાઘેલા રહે ચકલાસી નડીયાદ મુકેશ ઉર્ફે બલ્લુ મદ્રાસી રહે ચંડોળા અમદાવાદ કિશન મદ્રાસી રહે લાંભા અમદાવાદને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાજિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વી જે રાઠોડે જણાવ્યું કે, ખેડાજિલ્લાના નડીયાદમાં છેલ્લા ઘણા સમયથી એકલ દોકલ મહિલાના ચેઈન સ્નેચિંગના બનાવો બનતા હતા એસપી સાહેબ ખેડાની સૂચનાથી વાણીયાવાડથી કિડની રોડ પર વોચ ગોઠવી અને શંકાના આધારે તપાસ કરતા સાંજના સમયે ગૃહિણી શાકભાજી લેવા નીકળે ત્યારે ચેઈન સ્નેચિંગ બનાવો બનતા હતા ત્યારે ચાલતા ચાલતા ખાનગી વાહનો માં પેટ્રોલિંગ રાખવામાં આવેલ જે અનુસંધાને ચકલાસી ચાર રસ્તા પાસે એક શંકાશ્પદ પકડાયેલ તેના ખિસ્સા માંથી એક ચેઈન પકડાયેલ જે તેના સાઢુભાઈ મુકેશ મદ્રાસી જે ચંડોળા ખાતે રહેતો હતો અને ઘેટીયા ગેંગનો સભ્ય હતો અને અગાઉ એ 150 જેટલા ચેઈન સ્નેચિંગમાં સંડોવાયેલ હતો.

નડીયાદ વાણીયાવાડથી કિડની રોડ પર આવેલ સોસાયટીની ગૃહિણી ઓને ચેઈન સ્નેચિંગ માટે ટાર્ગેટ કરતી ગુનેહગારોની ત્રિપુટી ખેડાજિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડેલ છે, ત્રણેય ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરતા તેમની પાસે થી એક મોપેડ દેશી તમંચો જીવતા કારતુસ ચેઈન પોલીસે જપ્ત કરેલ છે પોલીસે આરોપીને ખેડાજિલ્લા નડીયાદ કોર્ટ માં રિમાન્ડની તજવીજ હાથ ધરાતા ખેડાજિલ્લા નડીયાદ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે

પીઆઈ વી જે રાઠોડે જણાવ્યું કે, શંકાસ્પદ પકડાયેલ મુકેશ વાઘેલાની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તેના સાઢુભાઈ ચેઈન વેચવા આપી ગયેલ છે જે હકીકતને આધારે કિડની વિસ્તાર અને નહેર વિસ્તાર માં પોલીસ ના માણસો છુટા છવાયા ગોઠવી દીધેલા અને બે ઈસમો મોપેડ પર આવતા ઝડપી પાડી જડતી લેતા એક તમંચો જીવતા કારતુસ ચેઈન મળી આવેલ.

નડીયાદના વાણીયાવાડ અને કિડની રોડ પર થયેલ ચેઈન સ્નેચિંગના 8 જેટલા ગુન્હામાં પોલીસે આરોપી ત્રિપુટી ગેંગને ઝડપી પાડતા વાણીયાવાડ અને કિડની રોડ પર આવેલ સ્થાનિકો એ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે અને પોલીસના માથા પર કોઈજ કાર્યવાહી થતી નથી નું કલંક આ ત્રિપુટી આરોપીની ગેંગને જબ્બે કરવાથી ભુંસાયું છે.સ્ટોરી - જનક જાગીરદાર
First published: March 30, 2018, 7:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading