Home /News /madhya-gujarat /નડિયાદની શાળાના ચાલુ ગરબામાં ઝુલુસનું ગીત વાગાડાયુ, ગામલોકોમાં રોષ બાદ ચાર શિક્ષકો ફરજ મોકૂફ

નડિયાદની શાળાના ચાલુ ગરબામાં ઝુલુસનું ગીત વાગાડાયુ, ગામલોકોમાં રોષ બાદ ચાર શિક્ષકો ફરજ મોકૂફ

આ મુદ્દે હિન્દુ સંગઠનોએ પોતાનો નિરોધ નોંધાવ્યો હતો.

આ ઘટનાની ગંભીરતાને પગલે રજાના દિવસે DPEOની ટીમે શાળાની હાથજ પ્રાથમિક સ્કૂલની મુલાકાત લીધી છે.

    નડિયાદ : નડિયાદના હાથજ ગામની પ્રાથમિક શાળામાં નવરાત્રીમાં માતાજીના ગરબાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન વિદ્યાર્થિનીઓ ગરબા રમી રહી હતી ત્યારે કેટલાક લઘુમતી વિદ્યાર્થીઓ દ્વારા ટી-શર્ટ પહેરીને તાજીયા ઝુલુસનું મ્યુઝિક વગાડવામાં આવ્યુ હતુ. જે બાદ શાળામાં હોબાળો મચી ગયો હતો. ગરબા રમતી વિદ્યાર્થિનીઓએ ઝુલુસનું મ્યુઝિક બંધ કરવા શિક્ષિકાઓને રજૂઆત કરી હતી. પરંતુ તેમણે આ અંગે કોઇ કાર્યવાહી કરી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પંથકમાં શાળાના શિક્ષકો સામે ભારે રોષ ભભૂકી ઉઠયો હતો.જેના પગલે હાથજ પ્રાથમિક સ્કૂલના ચાર શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

    ચાર શિક્ષકોને ફરજ પરથી મોકુફ કરાયુ


    આ ઘટના બાદ ચાર શિક્ષકોને ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. જેમના નામ - જગૃતિબેન સાગર, સાબેરાબેન વ્હોરા, એક્તાબેન આકાસી, સોનલબેન વાધેલા છે. રજાના દિવસે DPEOની ટીમે શાળાની મુલાકાત લીધી અને તપાસ હાથ ધરી છે.

    શિક્ષિકો પર લગાવાયો આરોપ


    આ અંગે મળતી માહિતી પ્રમાણે, શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે શિક્ષિકાઓએ પણ યા હુસૈનના સૂત્રોચાર કર્યા હતા. તેમજ તાજિયાનુ સંગીત વગાડી બાળકોને તાજીયા રમવા મજબૂર કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ વાલીઓને આ અંગેની જાણ કરી હતી જે બાદ હોબાળો મચાવ્યો હતો.

    આ પણ વાંચો: આજથી શરૂ થતી મેટ્રોમાં જતા પહેલા જાણો આ મહત્ત્વની વાતો

    પંથકમાં ભારે ચકચાર


    નડિયાદના હાથજ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં નવરાત્રીના પવિત્ર તહેવારમાં ગરબા રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિદ્યાર્થિનીઓ ગરબા રમી રહ્યા હતા. થોડીવાર ગરબા રમ્યા બાદ વિધર્મી બાળકો દ્વારા ટી શર્ટ પહેરી ગરબાની જગ્યાએ તાજીયા રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જ અચાનક ગરબાની જગ્યાએ તાજીયાના જુલુસ વગાડવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થિનીઓએ શિક્ષિકાઓને રજૂઆત કરી ગરબા રમવાનું બંધ કરી દીધું હતું. બિન હિન્દુ શિક્ષિકાઓ દ્વારા ગરબાની જગ્યાએ તાજીયા રમવા માટે બાળકોને મજબૂર કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.



    આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હાથજ ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા ગરબા કાર્યક્રમમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ તાજીયા કરતા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેની જાણ થતાં સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સોમવારે તપાસ કરી રિપોર્ટ કરશે.

    નોંધનીય છે કે, ગામલોકો દ્વારા અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેનાને કરવામાં આવી હતી. જેથી હિન્દુ ધર્મ સેનાના જવાનો તથા ગામના રહીશો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આ શિક્ષકો વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, નડિયાદ, નવરાત્રી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन