Home /News /madhya-gujarat /નડિયાદમાં જાહેરમાં પતિએ પત્નીની ગોળી મારી હત્યા કરી, ઘણાં વર્ષોથી કેસ ચાલતો હતો, આરોપીની ધરપકડ

નડિયાદમાં જાહેરમાં પતિએ પત્નીની ગોળી મારી હત્યા કરી, ઘણાં વર્ષોથી કેસ ચાલતો હતો, આરોપીની ધરપકડ

ફાઇલ તસવીર

Nadiad Murder Case: ખેડા જિલ્લાના નડિયાદમાં મહિલાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પતિ-પત્નીના તકરારનો મામલો મોતનું કારણ હોવાનું જાણવા મળ્યું છે.

    ઉમંગ પટેલ, નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં મહિલાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પતિ-પત્નીના તકરારનો મામલો મોતનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવરંગ ટાઉનશિપમાં રહેતા 47 વર્ષીય નિમિષાબેન રસિકભાઈ પરમાર તેમના પતિ સહિત વસોમાં રહે છે. આ નિમિષાબેન અને રસિકભાઈ વચ્ચે થોડા વર્ષોથી મનભેદ સર્જાતા કોર્ટ કેસ ચાલતો હતો. ત્યારે પોલીસે ભારે જહેમત બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

    નવરંગ ટાઉનશિપમાં બની ઘટના


    સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ વ્યક્તિ એક્ટિવા લઈને બુધવારે 12:00થી 1ના સમયગાળા દરમિયાન અહીં નવરંગ ટાઉનશિપમાં આવ્યો હતો અને તેણે હેલ્મેટ પહેર્યુ હતું. જો કે, એકાએક ફટાકડા ફૂટવાનો અવાજ સંભળાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મહિલાના ઘરેથી લગભગ 25 ફૂટ પહેલાં જ પતિએ હથિયાર વડે ફાયરિંગ કરી ફરાર થયો હતો. તેવામાં હેલમેટ પડી જતાં આરોપીને સ્થાનિકોએ ઓળખી લીધો હોવાનું પ્રત્યક્ષદર્શી કહે છે. નિમિષાબેનને સંતાનમાં એક દિકરી છે અને તે પરદેશમાં રહે છે. હાલ આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને મૃતક મહિલાની માતાની ફરિયાદને આધારે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.


    પોલીસે કાર્યવાહી હાથ ધરી


    આ સંદર્ભે DYSP વિક્રમ સોલંકીએ જણાવ્યુ હતુ કે, આક્રોશમાં આવેલા પતિએ કોઈ હથિયાર વડે ફાયરિંગ કરી મહિલા નિમિષાબેનની હત્યા કરી ફરાર થઈ ગયો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ કરી હતી અને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. હાલમાં મહિલાના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

    આ મામલે ડીવાયએસપી બાજપાયે જણાવ્યુ હતુ કે, ‘આરોપી રસીક પરમારની ધરપકડ કરી દેવામાં આવી છે. હત્યા બાદ નડિયાદ પશ્ચિમ પોલીસ, નડિયાદ ટાઉન પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં લગ્યા હતા. બાદમાં નડિયાદ ટાઉન પોલીસે આરોપી રસીક પરમારની સરદાર ભવન પાસેથી ધરપકડ કરી દેવાઈ છે. પતિ-પત્ની વચ્ચે ખાધાખોરાકી તેમજ મિલકત બાબતે ડખો ચાલતો હતો. તેને કારણે આક્રોશમાં આવેલા પતિએ પોતાની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી છે. પોલીસે હથિયાર કબજે લીધું છે. જ્યારે એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનું અને આ ગોળી મહિલાને છાતીના ભાગે મારી હોવાનું જાણવા મળ્યું છે.’

    આરોપી નિવૃત ફોરેસ્ટ અધિકારી


    કોર્ટમાં ભરણપોષણ માટે કેસ લડી રહેલી પત્ની પર પતિએ ગોળી વરસાવી, થોડો જીવ બાકી હતો તો શરીર પર એક્ટિવા ફેરવી દીધું. હેલ્મેટ પહેરીને જ રસિકે મૃતક પર ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા ચઢાવી દીધું હતું. પરતું હેલ્મેટ નીકળી જતા સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો. આરોપી ફોરેસ્ટનો નિવૃત કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Kheda, Nadiad

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો