જનક જાગીરદાર, ખેડા: આજકાલ હનીટ્રેપ (honey trap)ના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાજેતરમાં આવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ શહેરની સિવિલ હૉસ્પિટલ (Nadiad Civil Hospital Surgeon) સિવિલ સર્જન હનીટ્રેપનો ભોગ બન્યા છે. ખેડા જિલ્લાની નડિયાદ સિવિલ હૉસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવતા ધીરેન શાહ (Dhiren Shah) હનીટ્રેપનો ભોગ બનતા તેઓએ પોલીસ ફરિયાદ આપી હતી. આ આખી ઘટના આણંદ જિલ્લાના પેટલાદ (Petlad)માં બની હતી. આ મામલે ડૉક્ટર ધીરેન શાહે પેટલાદ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જે બાદમાં પોલીસે તપાસ બાદ આરોપીઓની અટકાયત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે ધીરેશ શાહે આજથી લગભગ 10 વર્ષ પહેલા એક દર્દીનું સારણગાંઠનું ઓપરેશન કર્યું હતું. જે બાદમાં દર્દીને સારું થઈ ગયું હતું. જે બાદથી ડૉક્ટર આ દર્દીની પત્ની પ્રુફલ્લા સાથે સંપર્કમાં હતા. આ દરમિયાન એક માસ પહેલા દર્દીની પત્નીએ ડૉક્ટર ધીરેન શાહને પેટલાદમાં પણ એક દર્દીને તકલીફ હોવાનું જણાવી તેમની સારવાર કરવાની વાત કરી હતી. આ સમયે તબીબે તેઓ પેટલાદ સિવિલમાં આવે ત્યારે દર્દીને તપાસી લેવાની વાત કરી હતી.
તા. 29-09-2020ના રોજ ડૉક્ટર પેટલાદ આવ્યા હતા. પ્રફુલ્લાએ ડૉક્ટરને દર્દી પથારીવશ હોવાથી તેમને ત્યાં જવાનું કહ્યું હતું. જે બાદમાં ડૉક્ટર, પ્રફુલ્લા અને મહિલાની સાથે રહેલી અફરોઝ નામની મહિલા ડૉક્ટરની કારમાં સવાર થઈને દર્દીને તપાસવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન મહિલા ડૉક્ટરને એક ગામ ખાતે લઈ ગઈ હતી. જ્યાં એક રૂમમાં ડૉક્ટર અને તેની સાથે રહેલી અફરોઝને બેસાડીને દર્દીને લઈ આવવાની વાત કરી હતી. મહિલા બહાર ગયા બાદ ઓરડીમાં હાજર અફરોઝ સૈયદ નામની મહિલાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેનાં કપડાં કાઢી નાખ્યા હતા. જે બાદમાં તે ડૉક્ટર સાથે ગંદી હરકતો કરવા લાગી હતી.
આ દરમિયાન અન્ય ત્રણ લોકો ત્યાં ધસી આવ્યા હતા. આ લોકોએ પોતાની ઓખળ પોલીસ તરીકે આપી હતી. જે બાદમાં ત્રણેય લોકોએ તેમને બળાત્કાર અને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. હિરેન સોલંકી અને ગિરિશ ચૌહાણે ડૉક્ટરને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ વાત સવા લાખમાં નક્કી થઈ હતી. આ પૈસા આરોપીઓએ ડૉક્ટર પાસેથી મંગાવી લીધા હતા.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1038366" >
જોકે, ગત 17 ઓક્ટોબરના રોજ પ્રફુલ્લાએ ડૉક્ટરને ફરીથી ફોન કર્યો હતો અને એવું કહ્યું હતું કે અફરોઝના પતિને સમગ્ર વાતની જાણ થઈ ગઈ છે. આથી તે વધારે પૈસાની માંગણી કરી રહ્યા છે. જે બાદમાં ડૉક્ટરે સમગ્રી વાતની જાણ પેટલાદ પોલીસને કરી હતી. પોલીસે આ મામલે તપાસ કરીને તમામ લોકોની ધરપકડ કરી હતી. આણંદ પેટલાદ વિભાગના ડી.વાય.એસપીએ આ અંગે માહિતી આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર