જનક જાગીરદાર, નડિયાદ: નડિયાદમાંથી એક એવી હત્યા (Murder)ની ઘટના સામે આવી જે માન્યામાં ના આવી તેવી છે. જોકે હત્યાની આ ઘટનાનો ભેદ પોલીસે (Nadiad Police) ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે. પરંતુ જે ભેદ ઉકેલાયો હતો તે ખૂબ જ ચોંકાવનારો હતો. આ હત્યા પાછળ સામાન્ય અને માત્ર નાનું કારણ જવાબદાર હતું.
ખેડા જિલ્લા (Kheda District)ના નડિયાદ પંથકમાં આવેલ સલુણ તળપદ ગામમાં અચંબા ભરી શાંતિ હતી. કારણ કે ગામના હઠીપુરા વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ પહોંચે તે પહેલા જ મૃત દેહની ઓળખ પણ થઈ ગઈ હતી. કારણ કે મૃતક તે જ ગામનો 25 વર્ષિય યુવાન રાજુ રયજીભાઈ ગોહિલ હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે યુવકને મૂઢ મારના કારણે ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે તેનું મોત નિપજ્યું છે.
FSLની ટીમે ઘટના સ્થળે પહોંચી તમામ પાસાઓની જીણવટ પૂર્વક તપાસ શરૂ કરી હતી. હત્યાની આ ઘટનાના મામલે ડોગસ્ક્વોડની પણ મદદ લેવાઈ હતી. તો બીજીબાજુ પોલીસે પરિવાર અને ગ્રામજનોની પૂછપરછ શરૂ કરાઇ હતી. પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું કે શનિવારે રાત્રે રાજુ, ગુણવંત ઉર્ફે ભુરિયો પરમાર સાથે બહાર ગયો હતો. પોલીસે તરત જ શંકાના આધારે ગુણવંતને ઉઠાવી લીધો હતો અને તેની કડકાઇથી પૂછપૂરછ હાથ ધરી હતી.
કડકાઇથી પૂછપરછ કરતા મૃતકના મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું કે યુવકની હત્યા તેના જ મિત્ર ગુણવંતે કરી છે, પોલીસ હત્યાના ભેદને ઉકેલી નાંખ્યો હતો પરંતુ આ હત્યા પાછળ માત્ર 50 રૂપિયાની લેતીદેતીનો ઝઘડો જવાબદાર હતો. માત્ર હાથઉછીના 100 રૂપિયા ખાતર ગુણવંતે પોતાના મિત્રની હત્યા કરી નાંખી હતી.
રાજુએ ગુણવંત પાસે 50 રૂપિયા ઉછીના લીધા હતા. શનિવારે રાત્રે જ્યારે તે લોકો મળ્યા ત્યારે ગુણવંતે આ 50 રૂપિયા પાછા માંગ્યા હતા. પૈસા પરત કરવાની જગ્યાએ રાજુએ ગુણવંત પર અપશબ્દોનો વરસાદ કરી દીધો હતો જેના કારણે ગુસ્સામાં આવી ગુણવંતે પાસે પડેલ લાકડાના ડંડાથી રાજુને ઢોર માર માર્યો હતો, જેથી રાજુ નિસ્તેજ થઈ જતા ગણવંતે તેને ઉપાડી મૃતકના ઘર પાસેના જ ખેતરમાં છોડી દિધો હતો. માથા તથા શરીરના અન્ય ભાગો પર થયેલી મૂઢ ઈજાઓના કારણે રાજુનું મૃત્યુ નિપજ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર