'હું એક વર્ષથી દોઢ વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરતો હતો': નરાધમ બાપની કબુલાત

News18 Gujarati
Updated: November 4, 2018, 4:29 PM IST
'હું એક વર્ષથી દોઢ વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરતો હતો': નરાધમ બાપની કબુલાત
પ્રતિકાત્મક તસવીર

નડિયાદમાં અઢી વર્ષી બાળકી પર તેના પિતા અને દાદા સહિત અન્ય બે સંબંધીઓએ દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના બાદ બાળકીના પિતાએ પોલીસ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબુલાત કરી હતી.

  • Share this:
નડિયાદમાં અઢી વર્ષી બાળકી પર તેના પિતા અને દાદા સહિત અન્ય બે સંબંધીઓએ દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના બાદ બાળકીના પિતાએ પોલીસ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબુલાત કરી હતી. આ કબુલાતમા તેણે વારંવાર એક જ રટણ કહ્યું કે 'હા, હું એક વર્ષથી દોઢ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરતો હતો' જો હું આમ ન કરું તો મારા મા-બાપ મને મારતાં. મરાધમ બાપની આ કબુલાતને પગલે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસે તેનું મેડીકલ ચેકઅપ કરાવી તેને અમદાવાદ એફએસએળ ખાતે તપાસ માટે મોકલી આપ્યા છે.

એક જાણિતા ગુજરાતી સમાચાર પત્ર પ્રમાણે નડિયાદમાં પાંચ દિવસ અગાઉ એક અઢી વર્ષની બાખી ઉપર તેના જ પિતા અને દાદા-દાદી સહિત અન્ય બં સંબંધીઓએ દુષ્કર્મ આચર્યાની રૂવાંડા ઊભા કરી દે અને માન્યામાં ન આવે તેવી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટના એટલી સંવેદનશીલ અને ગંભીર છે કે આ અંગે પોલીસે પણ ખુબ જ ગુપ્તરાહે તપાસ આરંભી હતી.

ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકીની માતાની ફરિયાને આધારે પિતા સહિત અન્ય ચાર સહઆરોપીઓની અટક કરી તેમને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સહઆરોપીઓને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જ્યારે પિતાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવા પામ્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પિતાએ પોતે વારંવાર માસુમ બાળકી ઉપર શારિરીક અત્યાચાર કર્યો હોવાની કબુલાત કરી છે. અને પોતે જો બાળકી સાથે દુષ્કર્મ ન કરે તો દાદા-દાદી માર પમ મારતા હતા. આ ચોંકાવનારા ખુલાસાએ સમગ્ર પંથકને હચમચાવી મુક્યું છે.

રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી પિતાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. જે અમદાવાદ એફ.એસ.એલમાં મોકલી આપવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ આવતા વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેવી શક્યતાઓ સુત્રો શેવી રહ્યા છે.
First published: November 4, 2018, 4:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading