ખેડા: પૈસાની લેતી દેતીમાં માતા-પુત્રની છરીના ઘા મારી કરાઈ હત્યા

News18 Gujarati
Updated: July 5, 2019, 11:11 PM IST
ખેડા: પૈસાની લેતી દેતીમાં માતા-પુત્રની  છરીના ઘા મારી કરાઈ હત્યા
પોલીસ કસ્ટડીમાં આરોપી

સમાનતાની પરિવારના 2 સભ્યોની પૈસાની લેતીમાં છરીના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી

  • Share this:
જનક જાગીરદાર, ખેડા : કપડવંજ રેલવે સ્ટેશન વિસ્તારના ગોકળદાસની ચાલીમાં રહેતા સમાનતાની પરિવારના 2 સભ્યોની પૈસાની લેતીમાં છરીના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્યામ સમાનતા જે ખાતર બિયારણ અને ફર્ટિલાઇઝરનો ધંધો કરતા હતા. રૂપિયાની લેતી દેતીમાં તેની હત્યા કરાઈ હોવાનું કપડવંજ પોલીસ ચોપડે નોંધાયું છે. કપડવંજ પોલીસે શ્યામ સામાનતા અને તેની માતા ચંદ્રા સામાનતાની હત્યા કરનાર આરોપી વીરેન્દ્ર ગોહેલને ગણતરીના કલાકોમાં જ ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી વીરેન્દ્ર ગોહેલે સવા સાત લાખ રૂપિયા વ્યાજે શ્યામ સામાનતાની પાસે લીધા હતા. જે રકમ વ્યાજ સાથે 18 લાખ સુધી પહોંચી હતી. શ્યામ સામાનતાની 16 લાખ રૂપિયા આરોપી વીરેન્દ્ર ગોહેલ પાસે માંગતો હતો, જેના કારણે આરોપી વીરેન્દ્ર ગોહેલ શ્યામ સામાનતાનીના ઘરે ગયો અને છરીના ઘા માર્યા આ સમયે શ્યામના માતા ચંદ્રા સામાનતાની વચ્ચે પડ્યા તો તેમને પણ આરોપીએ છરીના ઘા માર્યા જેને પગલે માતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.

મૃતક શ્યામ સામાનતાનીના ભાઈ ઘનશ્યામ સામાનતાએ જણાવ્યું કે, વીરેન્દ્ર ગોહેલે આવી ને મર્ડર કર્યું છે, મારા મમ્મી અને મારા ભાઈનું પૈસાની બાબતમાં મર્ડર થયું છે. આવા આરોપીને કડક સજા થવી જોઈએ તેને એકલાને નહી આખા કુટુંબને સજા થવી જોઈએ. આરોપી વીરેન્દ્ર ગોહેલે માતા પુત્ર જ નહી પરંતુ મૃતકના પત્ની અનિતા સમાનતાનીને પણ છરી ના ઘા માર્યા, જેના કારણે તે ગંભીર ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે
First published: July 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading