વડતાલનાં સ્વામીએ કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને મારી નાંખવાની ધમકી આપી

News18 Gujarati
Updated: September 10, 2019, 8:42 AM IST
વડતાલનાં સ્વામીએ કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને મારી નાંખવાની ધમકી આપી
પ્રતિકાત્મક તસવીર

સગીરે વડતાલ લક્ષ્મિનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ શરૂ કર્યો હતો. અભ્યાસની સાથે સાથે સગીર ભગવાનની ભક્તિ અને સુવ્રત સ્વામીની સેવા કરતો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વડતાલનાં એક સંત દ્વારા સગીર શિષ્ય સાથે ત્રણ મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શિષ્યને અલગ અલગ જગ્યાએ લઇ જઇને સુવ્રત સ્વામી તેની મરજી વિરુદ્ધ કૃત્ય કરતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરનાં પિતાએ ફરિયાદમાં નોંધાવ્યાં પ્રમાણે ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી અને કોઠારી સંતવલ્લભસ્વામી મુખ્ય આરોપીને મદદ કરવાની ફરિયાદ નોંધાવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે મધ્ય ગુજરાતનાં ખેડા જિલ્લાનાં પવિત્ર યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી-ગુરૂભક્તિ સંભવસ્વામીએ થોડા સમય પહેલા દક્ષિણ ગુજરાતનાં એક મોટા શહેરમાં વસવાટ કરતા સત્સંગીએ પોતાના 15 વર્ષનાં પુત્રને સ્વામીને ગુરૂ તરીકે માનીને પાર્ષદ તરીકે મુક્યો હતો. સગીર વડતાલ લક્ષ્મિનારાયણ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ પણ શરૂ કર્યો હતો. અભ્યાસની સાથે સાથે ભગવાનની ભક્તિ અને સુવ્રત સ્વામીની સેવામાં કિશોરને ગુરૂની સેવા કરવી અને ગુરૂની આજ્ઞાનું પાલન કરવું તેવું પિતાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : સુરત : કેળાવાળાએ ગુજાર્યું દુષ્કર્મ,12 વર્ષની બાળકીના પેટમાં 7 માસનો ગર્ભ

ત્યારે સુવ્રત સ્વામી સગીર પાસે જુદા જુદા કામો કરાવી પગ દબાવડાવતા હતા. થોડા સમય પહેલા સ્વામી સગીરને રૂષિકેશ ખાતે લઇ ગયા હતા. ત્યાં લઇ જઇ તેની સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું. ઉપરાંત સ્વામીએ સતત ત્રણ માસ સુધી અત્યાચારી કૃત્ય ચાલુ રાખ્યુ હતું. આ અંગે કિશોરે ટેમ્પલ કમિટીનાં ચેરમેન દેવસ્વામી –ગુરુ નિલકંઠ સ્વામી અને કોઠારી સંત વલ્લભસ્વામીને જઇને તેણે સમગ્ર હકીકત જણાવી હતી. પરંતુ બેન્નેમાંથી કોઇએ પણ તેની વાત માની નહીં અને તેને ખખડાવ્યો હતો. બંન્ને જણે સુવ્રતસ્વામીનો પક્ષ લીધો હતો.
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर