શંકરસિંહના પુત્ર ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને દિલ્હીનું તેડુ,ડેમેજ કંટ્રોલના પ્રયાસ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 20, 2017, 3:22 PM IST

ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા અને હાલમાં સપ્તાહ માટે શંકરસિંહ વાઘેલા વિદેશ પ્રવાસે છે ત્યારે આવા સમયે જ તેમના પુત્ર અને બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાને દિલ્હીનું તેડુ આવ્યું છે.અહેમદ પટેલને મળવા મહેન્દ્રસિંહ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં ચુંટણી પહેલા જ કેટલાક ધારાસભ્યો અને ખુદ શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે તેવા અહેવાલો બાદ ખળભળાટ મચી ગયો હતો ત્યારે બીજી તરફ કોંગ્રેસ હાઇકમાન્ડની નજર પણ ગુજરાત પર રહી છે.પાર્ટીમાં ઉભા થયેલા વિખવાદને લઈ દિલ્હીનું તેડું આવ્યાનું સુત્રોનું કહેવું છે.

ત્યારે આજે ડેમેજ કંટ્રોલ માટે મહેન્દ્રસિંહને દિલ્હી બોલાવાયા છે. શંકરસિંહ વાઘેલા હાલ ચીનના પ્રવાસે છે ત્યારે તેમના પુત્રને બોલાવાયા છે. કહેવાય છે કે તાજેતરમાં જ દિલ્હીમાં અમિત શાહ સાથે મહેન્દ્રસિંહની ગુપ્ત મુલાકાત થઇ હતી. જો કે આ વાતને કોઇ સમર્થન મળ્યુ નથી. તો બીજી તરફ શંકરસિંહ બાપુએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી રાહુલ ગાંધી સહિત તમામ ફોલોઅર્સને દુર કર્યા હતા અને ભાજપ વિરોધી ટ્વીટ પણ દૂર કર્યા હતા જે બાદ રાજકારણમાં અનેક ચર્ચાઓ થવા લાગી હતી.

First published: May 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर