Home /News /madhya-gujarat /Environment Day: અમદાવાદની આ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને મળે છે પર્યાવરણનું પ્રેક્ટિકલ જ્ઞાન
Environment Day: અમદાવાદની આ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને મળે છે પર્યાવરણનું પ્રેક્ટિકલ જ્ઞાન
શાળામાં વિદ્યાર્થીઓને સૂકા કચરાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાન પણ આપવામાં આવે છે.
હાલમાં ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરોથી દુનિયા આખી ચિંતિત છે. જેથી પર્યાવરણ બચાવવાની સૌની નૈતિક જવાબદારી છે. તેવામાં જોધપુર સ્કૂલના પ્રિન્સિપાલ પર્યાવરણનું જતન કરવાના પાઠ બાળકોને શીખવી પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે.
અમદાવાદ: 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસને ધ્યાનમાં રાખીને પર્યાવરણ બચાવવાની મોટી મોટી વાતો અને કાર્યક્રમ થતા હોય છે પણ પછી સ્થિતિ જૈ સે થે જેવી થઈ જાય છે. અને એજ કારણ છે કે ગ્લોબલ વોર્મિંગ (global warming)ની અસર માનવ જાત પર હાવી થઈ રહી છે. જોકે અમદાવાદ (Ahmedabad)ની એક સરકારી સ્કૂલ (Government school) એવી પણ છે જ્યાં 365 દિવસ છે પર્યાવરણ બચાવવાના નામે.
જી હા આ પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ બચાવવા માટે જ્ઞાનનું સિંચન પ્રાઇમરી લેવલથી જ થઈ રહ્યું છે. અહીં બાળકોને પર્યાવરણના જતન માટે પુસ્તકિયું જ્ઞાન નહિ પણ અહીં બનેલા વર્ટિકલ ગાર્ડન મારફતે મળે છે પ્રેક્ટિકલ જ્ઞાન. જી હા જોધપુરની પ્રાથમિક શાળા નંબર 1 જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે. જેના પ્રિન્સિપાલ પ્રતાપ ગેડિયાની કામગીરીની સરાહના કરવામાં આવે તેટલી ઓછી છે કારણ કે તેમણે પોતાની સ્કૂલમાં વિદ્યાર્થીઓને પર્યાવરણના પાઠ શીખવવા શાળામાં વર્ટિકલ ગાર્ડન બનાવ્યું છે. પર્યાવરણના જતનની અહેમીયત તેઓ સારી રીતે સમજ્યા છે.
કોરોના કાળમાં જયારે ઓક્સિજનની કમી વર્તાઈ ત્યારે લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું. પણ શાળાના પ્રિન્સિપાલએ પોતાની કોઠા સુજ વાપરી કોરોના કાળનો સદઉપયોગ કરી સ્કૂલમાં વર્ટિકલ ગાર્ડન બનાવી આખી સ્કૂલને ગ્રીન કરી દીધી છે. આ સ્કૂલમાં 500 કરતા વધારે નાના મોટા છોડ અને વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે. જેના થકી વિદ્યાર્થીઓને પર્યાવરણના પાઠ શિખવવામાં પ્રેક્ટિકલી ખુબ જ ઉપયોગી બની રહેશે તેવું તેમનું માનવું છે.
પર્યાવરણ પાઠ ભણાવવા માટે સ્કૂલમાં પડેલી બોટલો, ડબ્બાઓને કાપી તેમાં છોડ રોપી વેસ્ટમાંથી બેસ્ટ સ્કૂલ બનાવી શકાય તેવો સુંદર પ્રયાસ પણ કરાયો છે. શાળાના પ્રિન્સિપાલ જણાવે છે કે શાળામાં અભ્યાસની સાથે વર્ટીકલ ગાર્ડન, જૈવિક ખાતર, વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં તે કૃતિ મુકવામાં આવી. તેમજ શાળામાં બહારની વસ્તુ ન ખાવા માટે ખાસ જુંબેશ ચલાવવામાં આવે છે. એટલું જ નહીં શાળામાં વિદ્યાર્થીઓને સૂકા કચરાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જ્ઞાન પણ આપવામાં આવે છે.
મહત્વનું છે કે હાલમાં ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરોથી દુનિયા આખી ચિંતિત છે. જેથી પર્યાવરણ બચાવવાની સૌની નૈતિક જવાબદારી છે. તેવામાં જોધપુર સ્કૂલના પ્રિન્સિપાલ પર્યાવરણનું જતન કરવાના પાઠ બાળકોને શીખવી પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. અને આવનારી પેઢી એવા બાળકો પણ પર્યાવરણનું જતન કરતા શીખે તે જરૂરી છે.