Home /News /madhya-gujarat /

ખેડામાં કોણ કરશે ‘ખેડાણ’? દેવુસિંહ કે બિમલ શાહ?

ખેડામાં કોણ કરશે ‘ખેડાણ’? દેવુસિંહ કે બિમલ શાહ?

ખેડા લોકસભા બેઠક

આ બેઠકમાં ચરોતરના ખેડા જિલ્લાના બાલાસિનોર, કપડવંજ, ઠાસરા તરફનો કેટલોક વિસ્તાર પંચમહાલ બેઠકમાં સમાવિષ્ટ થઇ ગયો છે.

  કોંગ્રેસનો ગઢ ગણાતા આ વિસ્તારમાં છેલ્લાં વીસ વર્ષથી જીતતા આવેલા નેતા દિનશા પટેલને એકસમયે તેમને હરાવવા અશક્ય લાગે તેવી તેમની સ્થાનિક રાજકારણ પર પકડ પણ હતી. પરંતુ ૨૦૧૪ની ચૂંટણીમાં મોદી વેવને કારણે લાખો મતથી હાર્યા બાદ વધતી ઉંમર અને તબિયતના કારણે દિનશા ઝાઝા સક્રિય ન રહ્યા અને કોંગ્રેસ તેમનો વિકલ્પ ઉભો કરવામાં પણ અસફળ રહી ! આ બાબત ભાજપ માટે ફળદાયી નીવડી રહી છે

  આ બેઠકમાં ચરોતરના ખેડા જિલ્લાના બાલાસિનોર, કપડવંજ, ઠાસરા તરફનો કેટલોક વિસ્તાર પંચમહાલ બેઠકમાં સમાવિષ્ટ થઇ ગયો છે. પરંતુ દસ્ક્રોઇ તાલુકાના ૪૦૯ મતદાન મથકો અને ધોળકા વિધાનસભાના ૨૬૧ મતદાન મથકોનો વિસ્તાર આ બેઠકમાં આવે છે. પરિણામે અમદાવાદ મ્યુનિસિપાલીટી અને ઔડા વિસ્તાર લાગુ પડતો હોય તેવા ઘણાં મત વિસ્તારો આ બેઠકમાં સમાવિષ્ટ થયા છે.

  શું છે મુખ્ય સમસ્યાઓ ?

  આ વખતની ચૂંટણી સભાઓમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઠેર ઠેર સ્થાનિક કક્ષાએ સૌથી મોટા વણઉકલ્યા પ્રશ્ન તરીકે રોજગારીની તકોના પ્રશ્નો જોરશોરથી કહેવામાં આવે છે. આ જિલ્લામાં કોઇ મોટી ફેક્ટરીઓ કે ઉદ્યોગોના અભાવે હજારો યુવાનોને જિલ્લો છોડીને અમદાવાદ વડોદરા સુધી કમાવવા દોડવું પડે છે. જે બાબત સૌથી મોટા વણઉકલ્યા પ્રશ્ન તરીકે રજૂ થઇ રહી છે.

  આ ઉપરાંત નડિયાદમાં આરઓ પ્લાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ વિરોધ પક્ષ કરી રહ્યો છે. ખેડૂતોને સિંચાઇના પાણીમાં પણ મોટી સમસ્યા હોવાનું જણાવાય છે. ખેતીમાં ટેકાના ભાવ,અંતરિયાળ ગામડાના રસ્તાઓ, શિક્ષણમાં સેલ્ફ ફાઇનાન્સ કલ્ચર સ્થાનિક કક્ષાએ અસંતોષ ધરાવતા મુદ્દાઓ છે.

  કોની વચ્ચે છે જંગ?

  ગત ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના ઉમેદવાર દેવુસિંહને જ આ વખતે રીપીટ કરવામાં આવ્યા હોવાથી સ્થાનિક સંગઠન વધારે સક્રિય થયું છે. કારણ કે બીજેપીમાં છેલ્લાં એક વર્ષથી અન્ય કોઇ ઉમેદવારનું નામ ઉભું થયું જ નથી.

  જયારે કોંગ્રેસ દ્વારા થોડા મહિનાઓ અગાઉ ભાજપ જોડે છેડો ફાડી કોંગ્રેસમાં આવેલા પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ બિમલ શાહની પસંદગી કરવામાં આવી છે. બિમલ શાહની પસંદગી મામલે કોંગ્રેસમાં જ વિખવાદ થતા પક્ષના જ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ એવો ખુલ્લો આક્ષેપ કર્યો કે દિનશા પટેલે રાજીનામાનું ત્રાગું કરી મોવડી મંડળને દબાવી જિલ્લાના ક્ષત્રિય અને ઓબીસી સમાજને નુકશાન પહોંચાડવા બિમલ શાહને ટીકીટ આપવા તરકટ રચ્યું છે. જો કે દિનશા પટેલ આ બાબતને નકારીને એમ જ કહે છે કે હું મોવડી મંડળના નિર્ણયમાં ક્યાંય માથું મારતો નથી. આથી રીસાઇને જિલ્લાના આખા કોંગ્રેસ સંગઠને અને સીટીંગ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ રાજીનામા પણ આપી દીધા હતા. પરંતુ મોવડી મંડળના સીધા હસ્તક્ષેપ બાદ ત્રણ ચાર દિવસ પછી બધા રાજીનામાઓ પાછા ખેંચાયા હતા. પરંતુ અંદરખાને કોંગ્રેસમાં ઉભો થયેલો આ વિખવાદ પરિણામો ઉપર અસર કરી શકે છે.  જાતિગત સમીકરણો

  લોકસભા બેઠકમાં ભાજપના ક્ષત્રિય ઉમેદવાર અને કોંગ્રેસના વણિક ઉમેદવાર વચ્ચેની સ્પર્ધા જ્ઞાાતિસમીકરણો જોતા પણ આશ્ચર્યજનક છે. કારણ કે જિલ્લામાં ક્ષત્રિય, ઓબીસી અને રાજપૂત સમાજના ૯ લાખથી વધુ મતો છે. જ્યારે વણિક, બ્રાહ્મણ અને અન્ય સવર્ણ સમાજના મતો દોઢ લાખ પણ માંડ થાય છે. તેની સાથે જો દલિત અને લઘુમતિઓના મતો પણ ઉમેરતા કુલ આંકડો ચાર લાખ સુધી પણ પહોંચતો નથી. જ્ઞાાતિ સમીકરણનું આ ધુ્રવિકરણ કોંગ્રેસને નુકશાન પહોંચાડે તો નવાઇ નહીં.

  સાંસદનું રિપોર્ટ કાર્ડ

  વર્તમાન સાંસદ વિસ્તારમાં, પાર્લામેન્ટમાં અને મિડીયામાં સતત એગ્રેસીવ બોલતા રહેતા નેતાની છાપ ધરાવે છે. જિલ્લામાં નડિયાદ ભૂમેલનો દાંડી માર્ગ, વડામથકનો સરદાર બ્રીજ, અમદાવાદ-ડાકોર ભક્તિમાર્ગ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, સર્વશિક્ષા અભિયાન, પાસપોર્ટ કચેરી, શત્રુંડા, મોદજ,મહુધા વગેરેબ્રીજ, ગળતેશ્વર જેવા યાત્રાધામોનું નવિનીકરણ, કપડવંજ ફાગવેલ વિસ્તારના ચેકડેમો વગેરે વિકાસકાર્યો પાછળ ૩૦૦ કરોડથી વધુના સરકારી નાણાં મેળવીને જિલ્લાની સિકલ બદલી હોવાનો દાવો કરે છે.

  આ ઉપરાંત ૩૨ વર્ષમાં પહેલી વખત ૧૭૮ કરોડના ખર્ચે કરવામાં આવેલ નહેરોનું નવિનીકરણ અને ૨૦૦ કરોડના ખર્ચે ગ્રામીણ સડક યોજના પોતાના પાંચ વર્ષના કાર્યોની ઉપલબ્ધિ ગણાવે છે.

  જ્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે આ સાંસદ પાંચ વર્ષમાં દેખાયા નથી, રોજગારી ઉભી કરી શક્યા નથી, પોતાના જ માણસોને સાથે રાખી શક્યા નથી અને જાતિવાદ ભડકાવનારા છે. જો કે તેમને પોતાની ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરીને તથા સાંસદમાં ૯૦ ટકાથી વધુ હાજરી આપીને પોતાની ફરજો બજાવી હોવાનો પ્રચાર કરે છે.

  અનુમાન :

  આ બેઠકની મુખ્ય વિશેષતામાં બે મોટા વિરોધાભાસો જોવા મળે છે. જેમાં એકતરફ આઝાદી સમયથી આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. બીજી તરફ દર સરેરાશ દર ત્રણ-ચાર ચૂંટણી પછી તેમાં ચોંકાવનારા પરિણામો આવતા રહ્યા છે. જેમ કે કોંગ્રેસનો ગઢ હોવા છતાં અગાઉ બે વખત મુખ્ય કોંગ્રેસ(સંસ્થા કોંગ્રેસ)ના જ વિરુદ્ધમાં ઉભેલા ઉમેદવારો જીત્યા છે. ઉપરાંત ૧૯૯૧ની લોકસભામાં બીજેપીના કે.ડી.જેસ્વાણીએ કોંગ્રેસને હાર આપી હતી. ત્યારબાદ ફરીથી દિનશા પટેલ કોંગ્રેસમાંથી જીત્યા પરંતુ ૨૦૧૯ની ચૂંટણીથી (કોંગ્રેસના દિનશા પટેલ જીત્યા હોવા છતાં) એન્ટી ઇન્કમબન્સી વેવ શરુ થઇ ગયો હતો કારણ કે દિનશા પટેલ રાજ્ય અને કેન્દ્રના મંત્રી તથા સ્થાનિક દિગ્ગજ નેતા હોવા છતાં માત્ર ૮૦૦ જેટલા મતની સરસાઇથી જીત્યા હતા અને ૨૦૧૪ની લોકસભામાં તો ૨,૩૨,૯૦૧ જેટલી જંગી મતોથી હાર્યા હતા. આ બતાવે છે કે ખેડા લોકસભાના મતદારોએ વારંવાર ચોંકાવનારા પરિણામો આપવાનો મિજાજ બતાવ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Analysis, Central Gujarat News, Gujarat Loksabha Elections 2019, Kheda Loksabha Seat News, Kheda S06p17, Loksabha elections 2019, Madhya gujarat Loksabha Elections 2019, News Of Kheda Loksabha દાહોદ લોકસભા, Repetation or cahnge, Who will win Kheda seat, ચૂંટણી`, પરિણામ, પરિવર્તન કે પુનરાવર્તન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन