Home /News /madhya-gujarat /ગુજરાતમાં પતંગનું હબ એટલે નડીયાદ; મોદી, વિક્રમ-રાધા અને પુષ્પા પતંગનો ટ્રેન્ડ

ગુજરાતમાં પતંગનું હબ એટલે નડીયાદ; મોદી, વિક્રમ-રાધા અને પુષ્પા પતંગનો ટ્રેન્ડ

સમગ્ર રાજ્યમાંથી વેપારીઓ નડિયાદમાંથી પતંગની ખરીદી કરવાનું પસંદ કરે છે

Nadiad Kite hub: ગુજરાતમાં નડીયાદ પતંગનું હબ. આ વર્ષે મોદી, વિક્રમ-રાધા અને પુષ્પા પતંગની માંગણી વધી. પતંગના ભાવમાં 20-25 ટકાનો વધારો

    નડીયાદ: સમગ્ર ગુજરાતમાં નડીયાદ પતંગનું હબ મનાય છે. મોટી સંખ્યામાં વેપારીઓ પતંગની ખરીદી કરવા અહીં આવે છે, ત્યારે આ વર્ષે મોદી, વિક્રમ-રાધા અને પુષ્પા પતંગની માંગણી વધી છે. આ વર્ષે રો-મટીરિયલના ભાવમાં વધારાને કારણે પતંગના ભાવમાં 20-25 ટકાનો વધારો થયો છે. જેના પગલે બજારમાં 20 ટકા ઘરાકી ઘટી છે.

    નડિયાદ પતંગ બનાવવાના વ્યવસાય માટે જાણીતું

    ખેડા જિલ્લાનું નડિયાદ શહેર આઝાદી કાળથી પતંગ બનાવવાના વ્યવસાયમાં જાણીતું છે. નડિયાદ શહેરના ગાજીપુરવાડામાં પતંગ બનાવવાના ઘરે-ઘરે કારખાના ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યા છે. નડિયાદમાં પતંગ બનાવવાના કારખાનામાં કમાન કાપવાથી માંડી પેપર સ્ટીકર ચોટાડવા જેવી અલગ-અલગ વ્યક્તિઓ કામગીરી કરતા હોય છે. નડિયાદમાં પતંગના વ્યવસાયમાં હજારો પરિવારો રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે ન્યૂઝ18 ગુજરાતી ગ્રાઉન્ડ જીરો રિપોટ માટે નડિયાદના ગગજીપુરા વિસ્તારમાં પહોંચ્યું હતું.

    આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલુ રહેતી હોય છે

    નડિયાદ ગાજીપુરવાડામાં છેલ્લા ઘણાં વર્ષોથી પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. પતંગ બનાવવામાં મોટાભાગે પરિવારના સભ્યો કામગીરીમાં જોતરાયેલા જોવા મળે છે. પતંગ બનાવવાની કામગીરી ઉતરાયણ બાદ થોડા દિવસ માટે બંધ રહે છે. બાદમાં આખું વર્ષ પતંગ બનાવવાની કામગીરી ચાલુ રહેતી હોય છે. પતંગ બનાવવાના ઢઢ્ઢા કમાન કલકત્તાથી મંગાવવામાં આવે છે. જ્યારે પતંગ બનાવવાના કાગળ દિલ્હી, કલકત્તા જેવા શહેરોમાંથી ખરીદી કરવામાં આવે છે. પતંગ બનાવવાની મજૂરી નંગ પર આપવામાં આવે છે. જેથી પતંગ બનાવવાના વ્યવસાય પર તેની માઠી અસર જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: આખલો અથડાતા બાળકોથી ભરેલી રિક્ષા પલટી, જુઓ ઘટનાના લાઇવ CCTV

    આ વર્ષે પતંગના ભાવમાં 25-39%નો વધારો

    સમગ્ર રાજ્યમાંથી વેપારીઓ નડિયાદમાંથી પતંગની ખરીદી કરવાનું પસંદ કરે છે. પતંગોમાં જુદા-જુદા રંગ અને ડીઝાઈનો હોય છે. ફરાચીલ, સફેદ ચીલ, રંગીન પતાચીલ, કાટદાર, પ્લાસ્ટિક જેવી વિવિધ પ્રકારની પતંગોની ભારે માંગ રહે છે. આમ નડિયાદ શહેરના બજારમાં પતંગોની ધમધમાટ શરૂ થયો છે. આ વર્ષે રો મટીરિયલના ભાવમાં 10-15%નો ભાવ વધારો થયો હોવાથી, આ વર્ષે પતંગના ભાવમાં 25-39%નો વધારો થયો છે. જ્યારે ભાવ વધારાની સામે ગ્રાહકોમાં 20%નો ઘટાડો જોવા મળે છે, તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

    શું કહે છે પતંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો?

    પતંગના વ્યવસાય સાથે છેલ્લા 35 વર્ષથી સંકળાયેલા બાબુભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, નડિયાદમાં હું છેલ્લા 35 વર્ષથી પતંગના વ્યવસાય સાથે સંકલેયો છું. આ વ્યવસાયના કારણે અમને મોટી માત્રામાં રોજગારી ઉત્પન થાય છે. આ વ્યવસાયમાં એક કારખાનામાં 30થી 35 લોકોને રોજગારી મળે છે. પતંગ બનાવામાં માટે 6 વ્યક્તિની જરૂર પડતી હોય છે સૌ પ્રથમ કાગળ કટિંગ કરવો પડે છે, ત્યાર બાદ દોરી બાંધવા માટે મહુધા મોકલી આપીએ છીએ,ત્યાર બાદ ધ્ઢો લાગે છે અને ત્યાર બાદ કમાન લાગે છે અને તેની આજુબાજુ સોનેરી પટ્ટી અને કમાન લાગતું હોય છે.

    પતંગની ખરીદી કરવા આવતા હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી નડીયાદ સ્થિત સલૂન બજાર ખાતે ખરીદી કરવા આવે છે. અહીંથી અલગ-અલગ પ્રકારની પતંગોની ખરીદી કરીએ છે. આ વખતે બજારમાં પુષ્પા, મોદી અને વિક્રમ રાધાની પતંગોની માંગ વધારે છે. આ વખતે બજારમાં પતંગોના ભાવમાં 25%નો વધારો થયો છે. જેના કારણે ગ્રાહકો ખરીદી કરવા ઓછા આવે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Kheda, Kite Festival

    विज्ञापन
    विज्ञापन