ખેડા: અમદાવાદ ઈન્દોર હાઈવે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં હાઇવે પર ગાડવેલ પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે. બાઈક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં બાઈક પર સવાર 4 પૈકી 3નાં મોત નિપજ્યા છે. બાઇકચાલક દાહોદથી અમદાવાદ તરફ જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાઇકસવાર પૈકી એક ઈજાગ્રસ્તને કઠલાલ હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે બાઈક સવાર ચીતોરડીયા ગામના હોવાનું અનુમાન છે.
અમદાવાદ આવી રહ્યા હતા બાઇક સવાર
રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. અકસ્માતમાં મોતનો આંકડો વધી રહ્યો છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમદાવાદ ઇન્દોર હાઇવે પર બાઇકચાલકને અકસ્માત નડ્યો હતો. બાઇકસવાર અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે ગાડવેલ પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. બાઇકસવાર દાહોદથી અમદવાદ તરફ જઇ રહ્યો હતો, તે દરમિયાન બાઈકને અકસ્માત નડ્યો હતો.
બાઇક પર ચાર યુવાનો સવાર હતા, જ્યારે અચાનક જ બાઇક રોડ પરના ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે બાઇક ડિવાઇડર સાથે અથડાતાં બાઇક પર સવાર ચારેય લોકો પટકાયા હતા અને તેમાંથી ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં અન્ય એક યુવાનને ઇજા પહોંચી હતી. જે બાદ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાઈક સવાર ઝાલોદ તાલુકાના ચીતોરડીયાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જ્યારે પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર