Home /News /madhya-gujarat /ખેડા: રખડતા ઢોરને કારણે નીપજ્યું મોત, બાઇક ચાલકે ભાઇના મોત બાદ પોતાના પર જ નોંધાવી ફરિયાદ

ખેડા: રખડતા ઢોરને કારણે નીપજ્યું મોત, બાઇક ચાલકે ભાઇના મોત બાદ પોતાના પર જ નોંધાવી ફરિયાદ

રખડતા ઢોરની પ્રતિકાત્મક તસવીર

રાહુલ બાઇક ચલાવી રહ્યો હતો અને હસમુખ પાછળ બેઠો હતો. રાહુલે ફરિયાદમાં જણાવ્યુ છે કે, હું ઘણી જ સ્પીડમાં હતો.

    નડિયાદ : ખેડા તાલુકાના દેદરડા પટેલ ફાર્મ પાસે ગાય સાઈડમાંથી રોડ ઉપર આવતા બાઈક ચાલકે બ્રેક મારતાં બાઇક સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જેમાં બાઇક ચલાવી રહેલા 23 વર્ષના રાહુલ વણઝારાએ પોતાની સામે જ એફઆરઆઈ ખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં જે વ્યક્તિનો જીવ ગયો છે તે રાહુલનો 37 વર્ષનો ફોઇનો દીકરો હસમુખ વણઝારા હતો. બંને ખેડાના વણઝારાવાસના રહેવાસી છે. નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, શનિવારે બપોરે બંને પોતાના કામ પર જઇ રહ્યા હતા.

    બંનેને ચા પીવી હોવાથી તેઓ બજાર બાજુ જઇ રહ્યા હતા. રાહુલ બાઇક ચલાવી રહ્યો હતો અને હસમુખ પાછળ બેઠો હતો. રાહુલે ફરિયાદમાં જણાવ્યુ છે કે, હું ઘણી જ સ્પીડમાં હતો. એક વળાંક પર, ગાય અમારી તરફ દોડતી આવી હતી. જેના કારણે મેં બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. અમે રસ્તાની એક બાજુ પડ્યા અને થોડી ઇજા થઇ. મારા ભાઇને માથા પર પણ ઘણી ઇજા થઇ હતી.

    આ પણ વાંચો: ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી થઇ ચોમાસાની વિદાય

    હસમુખ થોડી સેકન્ડો માટે ઉભો થયો અને પછી એકદમ ફસડાઇ પડ્યો. જેના કારણે તેમને ઘણી જ ઇજાઓ થઇ હતી. જે બાદ મેં 108 ઇમરજન્સીને ફોન કરીને બોલાવી. તેમણે આવીને હસમુખને તપાસતા તેને મૃત જાહેર કરી દીધો હતો.

    આ પણ વાંચો: પહેલીવાર AMCના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ

    અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત


    ગુજરાત રાજયમાં 2021 અને ચાલુ વર્ષમાં ક્યાં કેટલા અકસ્માતો થયા છે તેનો આંકડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં અમદાવાદમાં સૌથી વધુ અકસ્માતના કેસો આવી રહ્યા છે. અમદાવાદમાં વર્ષ 2021માં 17,865 રોડ ટ્રાફિક અકસ્માતના કેસો નોંધાયા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 15,984 કેસો સામે આવ્યા છે. ત્યારે સુરતમાં 2021માં 11,966 અને ચાલુ વર્ષે 10532 કેસો, રાજકોટમાં 2021માં 6693 અને ચાલુ વર્ષે 5666 કેસો સામે આવ્યા વડોદરામાં 2021માં 8215 કેસો હતા. ત્યારે ચાલુ વર્ષે 6859 કેસો આવ્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, ખેડા, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन