ખેડા: SRP ગ્રુપ 7ના મહિલા સેનાપતિના પતિએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ખેડાના નડિયાદમાં SRP ગ્રુપ 7ના સેનાપતિના પતિએ આપધાત કર્યો છે. તેમણે દિવાળીની સાંજે જ્વલનશીલ પદાર્થ છાંટીને જીવન ટૂંકાવ્યું હતું. નડિયાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. હાલ આપધાતનું કારણ અકબંધ છે.
નડિયાદમાં SRP ગ્રુપ 7ના મહિલા સેનાપતિના પતિએ કોઈ કારણોસર પેટ્રોલ છાંટીને આપધાત કરતા ચકચાર મચી જવા પામી છે. દિવાળીની સાંજે શરીરે પેટ્રોલ છાંટી આપઘાત કરતાં ચકચાર મચી છે. નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ રોડ પર આવેલા SRP ગ્રુપ 7માં મહિલા સેનાપતિ તરીકે ફરજ બજાવતા કોમલબેન વ્યાસના 45 વર્ષીય પતિ શૈલેષભાઈ વ્યાસે કોઈ કારણસર મોતને વ્હાલ કર્યુ છે.
કોઈ અગમ્ય કારણોસર શૈલેષભાઈ વ્યાસે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી આપઘાત કર્યો હતો. શૈલેષભાઈ વ્યાસને તુરંત સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. નડિયાદ ટાઉન પોલીસે ડોક્ટરની ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર