મહેમદાબાદ: 'સાથ જીયેંગે, સાથ મરેંગે'ની કસમ પૂરી કરી, પ્રેમી પંખીડાએ ઘરેથી ભાગ્યા બાદ દુનિયા છોડી

મહેમદાબાદ: 'સાથ જીયેંગે, સાથ મરેંગે'ની કસમ પૂરી કરી, પ્રેમી પંખીડાએ ઘરેથી ભાગ્યા બાદ દુનિયા છોડી
પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો

પ્રેમી યુવક બહેનના ઘરે રહી નોકરી ધંધો કરતો હતો, ગામમાં એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો, બંનેનો પ્રેમ પરવાના પર હતો, બંનેએ પોતાની નવી દુનિયા વસાવવા ઘર ત્યજ્યું.

 • Share this:
  જનક જાગીરદાર, આણંદ: મહેમદાવાદના રાસકા ગામની સીમમાં રાત્રી દરમિયાન બાવળના ઝાડ સાથે પ્રેમી પંખીડાઓએ સાથ જીયેંગે સાથ મરેંગેની કસમ સાથે ગળે ફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી છે. આ બનાવની જાણ મહેમદાવાદ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતાં મરનાર યુવતી દસકોઈ તાલુકાના ભુવાલ ગામની અને યુવક સાવલી તાલુકાના નહારા ગામનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંનેના વાલી વારસોનો સંપર્ક કરતા તેમના વાલીઓ રાસ્કા ગામે દોડી આવ્યા હતા અને બન્નેની ઓળખ કરતા પોલીસે પીએમની વિધિ બાદ મૃતદેહને મરનારના વાલીવારસોને સોંપ્યા છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, સાવલી તાલુકાના નહારા ગામમાં રહેતા ઇન્દ્રસિંહ પ્રતાપસિંહ સોઢા પરમારની બહેનના લગ્ન દસકોઈ તાલુકાના એક ગામમાં થયા હતા. જેથી ઇન્દ્રસિંહ તેની બહેનના ઘરે રહી કામ ધંધો કરતો હતો. આ દરમિયાન ઇન્દ્રસિંહને દસક્રોઈ તાલુકાના આ ગામમાં રહેતી પાર્વતી વાઘેલા (ઉંમર વર્ષ 18) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. એકબીજાના પરિચયમાં આવ્યા બાદ આ પ્રેમ સંબંધ વધુ ગાઢ બંધાયો હતો. જોકે સમાજ તેમના પ્રેમ સંબંધ નહીં સ્વીકારે એવો છૂપો ડર બંનેને સતાવતો હતો.  આ પણ વાંચો - પાટણ : વરાણા ગામ પાસે CNG કારમાં લાગી આગ, કાર ચાલક બળીને ભડથું થયા - દર્દનાક Video

  પ્રેમની ગાડી લગ્નના મંડપમાં નહી પહોંચે તેવા ડરથી બંને લોકોએ 'સાથ જીયેંગે, સાથ મરેંગે'ના કોલ પુરા કરવા ગત 7 જુનના રોજ બાઈક લઇ ગામ છોડી ભાગી ગયા હતા. જોકે થોડા દિવસ આમ તેમ ફર્યા બાદ કદાચ તેમને એવો ડર હશે કે, તેમના ઘરવાળા તેમને શોધી કાઢશે, જેથી બન્ને મેમદાવાદ તાલુકાના રસ્કા ગામમાં આવી ગયા હતા, અને રાસ્કા ગામની સિમ વિસ્તારમાં બાવળના ઝાડ પર ચડીને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડા ઝાડ પર લટકી ગયા હતા.

  રાત્રી દરમિયાન એક બીજાની સાથે મળીને ઝાડ પર ચડીને પ્રેમી પંખીડા આત્મહત્યા કરી દુનિયા છોડી હતી. સવારે સ્થાનિક લોકોની નજરે ચડતા મહેમદાવાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને બંનેના મૃતદેહને નીચે ઉતારીને મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો - રાજકોટ: 'આયુષી ધાબા પરથી પડતા નથી મરી, કાકીએ ઠંડા કલેજે કરી હત્યા', કાકી-કાકા અને પિતાની ધરપકડ

  આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે આત્મહત્યા સ્થળેથી મળેલા બાઇકના નંબરના આધારે તપાસ કરતા આ બંનેના પરિવાર સુધી પહોંચી શક્યા હતા. તપાસમાં મરનાર યુવતી પાર્વતીબેન વાઘેલા ઉંમર 18 હોવાનું તેમજ 21 વર્ષીય યુવક ઇન્દ્રસિંહ હોવાનું બહાર આવતાં બંનેના વાલી વારસોનો સંપર્ક સાધી મહેમદાવાદ ખાતે બોલાવ્યા હતા. વાલી વારસોએ લાશની ઓળખ કરી હતી, જેથી તેમને સોંપવામાં આવી છે. મરનાર બન્ને અપરણિત હતા. મહેમદાવાદ પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે અપમૃત્યુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
  Published by:kiran mehta
  First published:June 12, 2021, 20:08 IST

  ટૉપ ન્યૂઝ