ખેડા : નડિયાદમાં ગણેશ ચતુર્થીના દિવસે જ કરૂણાંતિકા સામે આવી છે. નડિયાદમાં પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતા ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી બે યુવકોના મોત થયા છે. હાલ બંને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટસમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
નડિયાદના પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી લખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. નડિયાદના પીજ રોડ આવેલી ગીતાંજલી ચોકડી નજીક આવેલા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે અચાનક 11 કે.વીનો વાયર માથાના ભાગે અડકી જતાં આ દુર્ધટના બની છે. આ બંને યુવકોના પરિવાર અને ગણેશ પંડાલના સ્થાનિક લોકોમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે. હાલ, પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે.
મિશનરી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની એક મિશનરી સ્કૂલના સંચાલક અને એક શિક્ષક પર સગીર વયની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નાનકડા સંપ્રદેશમાં સ્કૂલના સંચાલક એવા વાઇસ પ્રિન્સિપાલ સાથે શાળાના એક શિક્ષકે દુષ્કર્મ કરવાની ફરિયાદની જાણ થતાં જ સમગ્ર પ્રદેશમાં સંનસની મચી ગઈ છે. ઘટનાની ગંભીતા જોતા દાદરા નગર હવેલી પોલીસે આરોપી સ્કૂલ સંચાલક અને વાઇસ પ્રિન્સિપાલ માઈકલ નુંન્સની સાથે શાળાના શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેલવાસ પોલીસે આરોપીઓ વિરુધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ મિશનરી સ્કૂલના સંચાલક અને શિક્ષકે વિદ્યાર્થીની પર આચરેલા દુષ્કર્મની વાતને લઈ સમગ્ર પ્રદેશમાં લોકોમાં રોષ વ્યાપો છે.(આ અંગેની સંપૂર્ણ માહિતી અહીંથી વાંચો)
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી પર હુમલો
સુરત ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલો થયો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં મનોજ સોરઠીયા પર હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ હુમલો કર્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે લોખંડની પાઇપથી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અને નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને દોષિતોને સજા અપાવવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અપીલ કરી છે. (આ અંગેની સંપૂર્ણ માહિતી અહીંથી વાંચો)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર