ખેડા : યુવકે આપધાત પહેલા વીડિયો બનાવી કહ્યું, 'આ વ્યાજખોરોનાં ત્રાસથી અંતિમ પગલુ ભરૂં છું'

News18 Gujarati
Updated: March 12, 2020, 10:26 AM IST
ખેડા : યુવકે આપધાત પહેલા વીડિયો બનાવી કહ્યું, 'આ વ્યાજખોરોનાં ત્રાસથી અંતિમ પગલુ ભરૂં છું'
યુવકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો.

યુવકે આપઘાત પહેલા વ્યાજખોરોનાં નામ અને તેમના મોબાઇલ નંબર પણ એક કાગળમાં લખ્યાં છે.

  • Share this:
ખેડા : ખાત્રજનાં યુવક જયદીપ મકવાણાએ વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો (Video) બનાવ્યો હતો જેમાં તેણે વ્યાજખોરોનાં નામ અને તેમના મોબાઇલ નંબર પણ જણાવ્યાં છે. આ સાથે તેણે સ્યૂસાઇડ નોટ પણ લખ્યાંનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે.

આ યુવકે વીડિયોમાં જણાવ્યું છે કે, કાગળમાં લખેલા વ્યક્તિઓનાં કારણે હું આપઘાત કરી રહ્યો છું. આ યુવકે પોલીસ પર પણ આક્ષેપ કર્યો હતો કે, તેણે પોલીસમાં પણ આ અંગેની ફરિયાદ કરી હતી પરંતુ તેમણે પણ આ  અંગે કંઇ કર્યું નહીં.

આ પણ વાંચો : નવસારીથી અમદાવાદ NEETની તૈયારી કરવા આવેલો યુવક રહસ્યમય રીતે ગુમ

આપઘાત કરતા પહેલા વીડિયોમાં શું કહ્યું? 

આ યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, 'કાગળમાં લખેલા 10 લોકોનાં કારણે હું આપઘાત કરવા મજબૂર થયો છું.' આ સાથે તેણે સ્યૂસાઇડ નોટમાં પણ લખ્યું છે કે, 'આ દસ લોકોને મેં 1 વર્ષથી 10 ટકા વ્યાજ તેમની મુડી કરતા પણ ત્રણ ગણું વ્યાજ વધારે આપ્યું છે. તોપણ મને શાંતિથી આ લોકો જીવવા દેતા નથી. તેમનાથી કંટાળીને હું આત્મહત્યા કરૂં છું. મે પોલીસને એક મહિના પહેલા ફરિયાદ પણ કરી હતી પરંતુ પોલીસે કોઇ એક્શન લીધું નહીં. એટલે હું મજબૂર થઇને આ પગલુ ભરું છું. '

આ પણ વાંચો : રાજકોટ : લાખોની ઓડી કારમાં લાગી આગ, જુઓ બર્નિંગ કારનો વાયરલ વીડિયોઆ અંગે હવે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. અચાનક યુવાને આ અંતિમ પગલું ભરતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે.

આ વીડિયો પણ જુઓ : 

 
First published: March 12, 2020, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading