Home /News /madhya-gujarat /ગુજરાતમાં ફરી ધૂણ્યું લવ જેહાદનું ભૂત, સતત ચોથીવાર જેહાદીઓએ ખેડાને બનાવ્યું નિશાન

ગુજરાતમાં ફરી ધૂણ્યું લવ જેહાદનું ભૂત, સતત ચોથીવાર જેહાદીઓએ ખેડાને બનાવ્યું નિશાન

સતત ચોથીવાર જેહાદીઓએ ખેડાને બનાવ્યું નિશાન

ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે છે. શિક્ષિત યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાના ખેડા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હિન્દુ સંગઠનોએ ભારે રોષની લાગણી વ્યક્ત કરી વિશાળ સંખ્યામાં રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું

વધુ જુઓ ...
    હિન્દુ સંગઠનોમાં આ આક્રોશનો ઉભરો દિવસેને દિવસે જેહાદીઓ વિરૂદ્ધ સતત ઉગ્ર બની રહ્યો છે (Love Jihad Kheda). માત્ર ખેડા જ નહીં સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. આ ઘટનાના વિરોધ રૂપે એક વિશાળ રેલીના દ્રશ્યો સામે આવ્યા છે. રેલી ટાઉનહોલ, કુબેર ચોકડી, ત્રિવેણી પાર્ક ચોકડી, નદી દરવાજા થઈને કપડવંજ પ્રાંત કચેરીએ પહોંચી હતી. રેલી દરમ્યાન જય શ્રી રામ, ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગયા હતા અને ન્યાય માટે માંગણી કરવામા આવી હતી.

    છેલ્લા 4 મહિનામાં ખેડા જિલ્લામાં એક નહીં પરતું ચાર-ચાર ઘટના લવ જેહાદની બની હતી. એમાં પણ આ ઘટનામાં શિક્ષિત યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા હિન્દુ સમાજ સહિત વિવિધ સંગઠનો રોષે ભરાયા છે. જેથી હિન્દુ સંગઠનોએ સમગ્ર કપડવંજમાં બંધનું એલાન કરતા આખું કપડવંજ વહેલી સવારથી જ સજ્જડ બંધ રહ્યું હતું.

    આ પણ વાંચો:  Dussehra 2022: જલેબી ફાફડાના ભાવ આસમાને પહોંચતા દશેરા થશે મોંઘા

    ખેડા જિલ્લામાં લવજેહાદની ઘટનાઓ સતત વધી રહી છે. જેથી હિન્દુ સંગઠનોનું કહેવું છે કે કપડવંજ શહેરમાં વિધર્મી સમુદાય દ્વારા વારંવાર હિન્દુ દીકરીઓની છેડતી કરવી, હેરાન કરવી, મોબાઈલ ઉપર તથા ઝડપભેર બાઈક-એક્ટીવા ચલાવી ભયનું વાતાવરણ પેદા કરી બાળાને ડરાવવામાં આવી રહી છે. જો હવે આકરા પગલા નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી વિરોધ કરતાં લોકોએ ચીમકી ઉચ્ચારી હતી

    ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હિન્દુ સંગઠનોની સાથે સાથે ગામના વેપારીઓ અને પીડિતાના પરિવારજનો પણ આ વિશાળ રેલીમાં જોડાયા હતા. પીડિત પરિવારની 31 વર્ષની હિન્દુ યુવતીને 34 વર્ષનો વિધર્મી યુવક ભગાડી ગયો છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા પીડિતાના પરિવારજનો દ્વારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવામાં આવ્યા.

    જો કે સમગ્ર ઘટના અંગે પોલીસનું કહેવું છે કે યુવતીના પરિવારજનોની અરજીના આધારે પોલીસે સઘન તપાસ કરી તેની ભાળ મેળવી લીધી હતી. અને ત્યાંજ તેને સમજાવામાં આવી હતી. પરતું તે પોલીસની એક વાત માનવા તૈયાર ન હતી.
    હિન્દુ સંગઠનોનું કહેવું છે કે ગુજરાતની દિકરીઓનું વિધર્મીઓ બ્રેનવોશ કરી નાખે છે જેથી આ પ્રકારની ઘટના વારંવાર બને છે.

    આ પણ વાંચો:  Navratri 2022: આઠમના દિવસે ચોટીલા ખાતે ભક્તોનું ઘોડાપુર

    જો આ લવ જેહાદની ઘટનાને ડામવી હશે તો માતા પિતાની સાથે હિન્દુ સમાજે પણ જાગૃત થવું પડશે. જો કે ગુજરાતમાં વધી રહેલા લવજેહાદના કિસ્સા ગુજરાત સહિત દેશ માટે ચિંતાનું કારણ બની રહ્યા છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Kheda, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन