Home /News /madhya-gujarat /ખેડા: મોડીરાત્રે કન્ટેનર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત

ખેડા: મોડીરાત્રે કન્ટેનર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના ઘટનાસ્થળે મોત

શનિવારે મોડીરાત્રે ખેડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Kheda accident: ખેડામાં અકસ્માતમાં ત્રણના મોત. કઠલાલના ભનેર પાસે મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર અને બાઈક વચ્ચે થયો હતો અકસ્માત

    ખેડા: શનિવારે મોડીરાત્રે ખેડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર અને બાઇક પર થયેલા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનારા યુવકો ટીનએઝર્સ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે અકસ્માતને લઇને વધુ તપાસ હાથ ધરી છે.

    મૃતક યુવાનો કઠલાલ તાલુકાના લાડવેલના વતની

    મોડીરાત્રે ખેડામાં કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોડીરાત્રે કઠલાલના ભનેર પાસે અકસ્માતની ઘટના બની હતી. કન્ટેનર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ત્રણેય મૃતક યુવાનો કઠલાલ તાલુકાના લાડવેલના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતમાં અશ્વિનભાઈ દશરથભાઈ પરમાર (ઉંમર વર્ષ 18), કિશનસિંહ રાભાભાઇ રાઠોડ (ઉંમર વર્ષ 19), કિશનભાઇ વિક્રમભાઈ ચાવડા (ઉંમર વર્ષ 14)નું મોત નિપજ્યું હતું.

    આ પણ વાંચો: અમદાવાદમાં ઠંડીનો પારો ગગડ્યો, જાણો આગામી સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન

    બાઇક કન્ટેનર સાથે ઘડાકાભેર ભટકાઇ

    મળતી માહિતી પ્રમાણે, બાઇક કન્ટેનર સાથે ઘડાકાભેર ભટકાઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અકસ્માત બાદ કન્ટેનર લાઇટની ડીપીમાં અથડાયું હતું. અકસ્માતને પગલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકોને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, મોડીરાત્રે અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ખેડા રોડ પર અવાર-નવાર ગંભીર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતે ત્રણ યુવાનોના જીવ લીધા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Accident News, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन