Home /News /madhya-gujarat /ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે હત્યા, કઠલાલમાં ભેદી સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળ્યો

ખેડા જિલ્લામાં સતત બીજા દિવસે હત્યા, કઠલાલમાં ભેદી સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળ્યો

કઠલાલમાં ભેદી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

ખેડા જિલ્લામાં નડિયાદ બાદ આજે કઠલાલ પંથકમાં હત્યાનો ખેલ ખેલાયો છે. જેમાં યુવાનની ભેદી સંજોગોમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે.

    ઉમંગ પટેલ, ખેડાઃ જિલ્લામાં નડિયાદ બાદ આજે કઠલાલ પંથકમાં હત્યાનો ખેલ ખેલાયો છે. જેમાં યુવાનની ભેદી સંજોગોમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. કઠલાલ તાલુકાના લાડવેલ ગામે ટેકરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાલાભાઈ મંગળભાઈ પરમાર ખેતીકામ કરે છે. તેમને 3 સંતાનમાંથી વચેટ સંતાન નરેશ ઉર્ફે ઢીલો (ઉ.વ.30)ની ભેદી સંજોગોમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે.

    ગતરોજ પડોશમાં રહેતા ઈશાભાઈ કાંતિભાઈ બારૈયાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ બાલાભાઈ પરમાર અને તેમના પરિવારના લોકો લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન બાલાભાઈનો દિકરો પણ નરેશ ઉર્ફે ઢીલો પણ અહીંયા તેઓની સાથે આવ્યો હતો. બાદમાં બાલાભાઈ પરમાર અને અન્ય લોકો ઘરે આવી ગયા હતા અને મોડી રાત સુધી નરેશ ઉર્ફે ઢીલો ઘરે આવ્યો નહોતો. જેથી બાલાભાઈને લાગ્યું કે તે લગ્ન પ્રસંગવાળાના ઘરે તેના દોસ્તારો સાથે સુઈ ગયો હશે.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના 100થી વધુ કેસ, 24 કલાકમાં 130 ટકા એક્ટિવ કેસ વધ્યાં

    જો કે, બીજા દિવસે એટલે કે આજે ગુરૂવાર નરેશ ઉર્ફે ઢીલાનો મૃતદેહ લાડવેલ સીમમાં લૂણી વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાંથી મળી આવ્યો હતો. જેની જાણ બાલાભાઈ પરમારને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં દિકરાનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોતા તેઓ હેબતાઈ ગયા હતા. આ બનાવ મામલે બાલાભાઈ પરમારે અજાણ્યા વ્યક્તિ સામે કઠલાલ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.


    ફરિયાદમાં જણાવાયું છે કે, ‘આ મરણજનાર યુવાન પોતે પરણીત હતો અને કોઈ વ્યક્તિએ કોઇપણ ઇરાદાથી માથાના કપાળના ભાગે તેમજ જમણી સાઈડ તથા કપાસના ભાગે કોઈપણ પદાર્થથી નરેશ ઉર્ફે ઢીલાને ગંભીર મારમારી મોત નીપજાવ્યું છે. આ સમગ્ર મામલે Dysp તેમજ કઠલાલ પોલીસનો સમગ્ર કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા મોતને ઘાટ ઉતારનારા આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Kheda, Murder case

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો